Gujarat

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયના નેતૃત્વ હેઠળ મતદાન મથકો સહિત જિલ્લાના તમામ વિસ્તારોમાં સુરક્ષાના પૂરતા પ્રબંધો અને સુચારુ વ્યવસ્થાઓના આખરી ઓપ સાથે સુસજ્જ બનતું નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર

જિલ્લામાં ૬૨૪ મતદાન કેન્દ્રો ખાતે કુલ-૩૩૯૦ અધિકારીઓ/કર્મચારીઓ સહિતનો
પોલીંગ સ્ટાફ ફરજ ઉપર તૈનાત કરાશે
————–
જિલ્લાના ૩૧૨ જેટલા મતદાન કેન્દ્રો ખાતે વેબકાસ્ટીંગ કેમેરા ગોઠવાયાં : તમામ
ગતિવિધિઓ- હિલચાલનું જીવંત પ્રસારણ ચૂંટણીપંચ નિહાળી શકશે
————–
જિલ્લામાં ૫૩ માઇક્રો ઓબ્ઝર્વર્સ વ્યુહાત્મક અગત્યતા ધરાવતા મતદાન મથકો ખાતે મતદાન પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરી ચૂંટણીપંચના જનરલ નિરીક્ષકશ્રીને સુપ્રત કરશે અહેવાલ
————–
નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા મત વિસ્તારની બેઠકોની ચૂંટણી સ્પર્ધાના કુલ-૦૯ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં નર્મદા જિલ્લાના કુલ-૪,૫૭,૮૮૦ મતદારો નોંધાવશે ભાગીદારી
————–
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયા અને કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી ટી.વી.સુભાષે રાજપીપલા ડિસ્પેચીંગ સેન્ટરની મુલાકાત લઇ મતદાન ટુકડીઓની રવાનગી પ્રક્રિયાનું કરેલુ નિરીક્ષણ
————–
જિલ્લામાં ૧ (એક) SP,  ૪-DYSP, ૦૯-પોલીસ ઇન્સપેક્ટર, ૧૯-પોલીસ સબ-ઇન્સપેક્ટર, ૧૦૩૯-પોલીસ જવાનો, ૫૮૪-હોમગાર્ડઝ જવાનો, ૨૭૫-GRD જવાનો, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ની ૧૪ કંપનીઓના અર્ધ લશ્કરી દળના સુરક્ષા જવાનો તેમજ SRP ની ૧-કંપનીના જવાનોને ચૂંટણીલક્ષી ફરજ ઉપર તૈનાત કરાશે : રૂટવાઇઝ તમામ વિસ્તારોમાં સઘન મોબાઇલ પોલીસ પેટ્રોલીંગ
————–
લોકશાહીના મહાપર્વની ઉજવણીના અવસરમાં નિર્ભિકપણે-ઉત્સાહભેર ભાગ લઇ મહત્તમ
મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અપીલ
————–
આજે તા.૧ લી ડિેમ્બર,૨૦૨૨ ના રોજ સવારના ૦૮=૦૦ થી સાંજના ૦૫=૦૦ વાગ્યા સુધી યોજાશે મતદાન
————–
        નર્મદા જિલ્લામાં તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ને ગુરૂવારના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અંતર્ગત મતદાનના દિવસે જિલ્લાના નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય અને તે દ્વારા મુક્ત, ન્યાયી, તટસ્થ, પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો અને તમામ પ્રકારની સુચારુ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની સાથે નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ બન્યું છે. લોકશાહીના આ મહાપર્વની ઉજવણીના અવસરમાં જિલ્લાના તમામ મતદારોને નિર્ભિકપણે-ઉત્સાહભેર ભાગ લઇ આ મહાપર્વને વધાવી લેવા શ્રીમતી તેવતિયાએ જિલ્લાવાસીઓને ખાસ અપીલ કરી છે અને અગાઉની ચૂંટણીઓમાં કરેલા વિક્રમી મતદાનની જેમ આ વિધાનસભાની ચૂંટણીમાં પણ મહત્તમ મતદાન કરવાની સાથોસાથ સમગ્ર રાજ્યમાં મતદાનની ઉંચી ટકાવારી સાથે મતદાનનો નવો વિક્રમ સ્થાપી મતદાન જાગૃતિની વિેશેષ પ્રતીતિ કરાવવા તેઓશ્રીએ ખાસ અનુરોધ કર્યો છે.
                  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને કેન્દ્રીય ચૂંટણી પંચના  જનરલ નિરીક્ષકશ્રી ટી.વી.સુભાષે આજે રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાશાળા ખાતેના  ડિસ્પેચીંગ સેન્ટરની મુલાકાત લઇ મતદાન સામગ્રી સાથે જે તે નિર્ધારિત મતદાન મથકો માટે મતદાન ટુકડીઓની રવાનગી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેવી જ રીતે દેડીયાપાડા ખાતેની આદર્શ નિવાસી શાળાના ડિસ્પેચીંગ સેન્ટર ખાતેથી મતદાન ટુકડીઓની રવાનગી કરાઇ હતી.
      જિલ્લામાં મતદાનના દિવસે ૬૨૪ જેટલા મતદાન કેન્દ્રો ખાતે સવારે ૮=૦૦ થી સાંજના ૫=૦૦ સુધી મતદાન યોજાશે, જેમાં ૬૨૪-પ્રિસાઇડીંગ ઓફિસર, ૬૨૪-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, ૬૨૪-પુરુષ પોલીંગ ઓફિસર, ૬૨૪-મહિલા પોલીંગ ઓફિસર અને ૬૨૪-પટાવાળા કર્મચારીઓ સહિત કુલ-૩૧૨૦ જેટલો પોલીંગ સ્ટાફ ફરજ ઉપર તૈનાત રહેશે. જ્યારે ૫૪-પ્રિસાઇડીંગ ઓફિસર, ૫૪-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, ૫૪- પુરુષ પોલીંગ ઓફિસર, ૫૪-મહિલા પોલીંગ ઓફિસર અને ૫૪-પટાવાળા/કર્મચારી સહિત-૨૭૦ જેટલો પોલીંગ સ્ટાફ અનામત રાખવાની સાથે કુલ-૩૩૯૦ જેટલાં પોલીંગ સ્ટાફને ફરજ ઉપર તૈનાત કરાશે. આ ઉપરાંત જિલ્લામાં ઝોનલ ઓફિસર-મેજીસ્ટ્રેટ-પોલીસ અધિકારી સહિતની ટુકડીઓ સમગ્ર મતદાન પ્રક્રિયા ઉપર દેખરેખ અને સંકલન રાખશે. તદ્ઉપરાંત જિલ્લાનાં ૩૧૨ ક્રિટીકલ મતદાન મથકો ખાતે ખાસ વેબકાસ્ટીંગકેમેરા ગોઠવીને તેની તમામ ગતિવિધિઓ-હિલચાલના જીવંત પ્રસારણની વ્યવસ્થા ગોઠવાઇ છે, જેનુ જિલ્લાકક્ષાના ચૂંટણી કંટ્રોલરૂમ ખાતેથી મોનીટરીંગ કરાશે અને ચૂંટણી પંચના અધિકારીશ્રીઓ તેનું જીવંત પ્રસારણ નિહાળી શકશે. તદઉપરાંત ૫૩ જેટલા માઇક્રો ઓબ્ઝર્વર્સ વ્યુહાત્મક અગત્યતા ધરાવતા મતદાન મથકો ખાતે ચૂંટણી પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરશે. તદ્ઉપરાંત શેડો એરીયાના ૩૦ મતદાન મથકોના વિસ્તારમાં જિલ્લાના વન વિભાગના સામાજિક વનીકરણ અને નોર્મલ વન વિભાગના અધિકારી/ઓકર્મીઓના સંકલનથી વોકી-ટોકી અને વાયરલેસ સેટના ઉપયોગ થકી નિયત સમયાંતરે અને જરૂરીયાતના સમયે જિલ્લા ચૂંટણી કંટ્રોલ કક્ષ સહિત સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓને જરૂરી આંકડાકીય વિગતો અને સંદેશાઓની આપ-લે સાથે તેને સમયસર યોગ્ય સ્થળે પહોંચાડવાની જવાબદારી નિભાવશે. જિલ્લાના તમામ મતદાન મથકો માટે EVM-VVPAT ની ફાળવણી પણ કરવામાં આવી છે. તદ્ઉપરાંત જરૂરિયાતના સમયે ઉપયોગમાં લઇ શકાય તે માટે EVM-VVPAT નિયત રૂટના સ્થળોઓ અનામત રખાયાં છે. નર્મદા જિલ્લામાં દિવ્યાંગ મતદારોની થયેલી નોંધણી અન્વયે આવા મતદારોને મતદાન કરવા તેમજ ૮૦ વર્ષથી વધુ વયના વૃધ્ધ મતદારો  માટે પણ  જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી તેમના મતદાન માટેની જરૂરી સુવિધા ઉપલબ્ધિની પણ વ્યવસ્થા કરાઇ છે.
                  જિલ્લામાં બન્ને વિધાનસભા મત વિસ્તારદીઠ સાત-સાત સખી મતદાન મથક એક-એક, આદર્શ મતદાન મથક, એક-એક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, એક-એક PWD મતદાન મથક તેમજ નાંદોદ વિધાનસભા વિસ્તારમાં એક યુવા મતદાન મથક પણ ઉભુ કરાયુ છે.
  નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર બેઠકની ચૂંટણી સ્પર્ધાના કુલ-૦૯ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં નર્મદા જિલ્લાના સેવા મતદાર અને થર્ડ જેન્ડર મતદારો સહિત કુલ-૪,૫૭,૮૮૦ જેટલા મતદારો મતદાનમાં ભાગ લઇ નાંદોદ વિધાનસભા મત વસ્તારના કુલ-૦૫ (પાંચ) અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારના કુલ-૦૪ સહિત ચૂંટણી સ્પર્ધાના કુલ-૦૯ ઉમેદવારોના ભાવિ નક્કી કરવા માટેના મતદાનમાં ભાગ લઇ તેમની ભાગીદારી નોંધાવશે.
    ભારતના ચૂંટણીપંચ તરફથી નિમાયેલા કેન્દ્રિય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી ટી.વી.સુભાષ, ખર્ચ નિરીક્ષકશ્રી પ્રભાત રંજન અને પોલીસ નિરીક્ષકશ્રી પંકજ નૈન તરફથી પણ જિલ્લામાં આચારસંહિતાના કડક અમલીકરણ અને સુરક્ષા પ્રબંધો સહિતની તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપર બારીકાઇથી નિરીક્ષણ કરાશે.
              જિલ્લા ચૂંટણીતંત્ર-પ્રસાશન દ્વારા મતદાનના દિવસે મતદાન મથકોથી નિયત કરાયેલા ચોક્કસ વિસ્તારમાં કેટલાંક કૃત્યો કરવા પર લદાયેલા પ્રતિબંધો સહિત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના ચૂંટણીલક્ષી તમામ પ્રકારના પ્રતિબંધાત્મક આદેશોના અમલીકરણ ઉપરાંત જિલ્લાના મતદાન કેન્દ્રોના નિયત કરાયેલા વિસ્તારોમાં સહિત સમગ્ર જિલ્લામાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબેના નેતૃત્વમાં ૧ (એક) SP,  ૪-DYSP, ૦૯-પોલીસ ઇન્સપેક્ટર, ૧૯-પોલીસ સબ-ઇન્સપેક્ટર, ૧૦૩૯-પોલીસ જવાનો, ૫૮૪-હોમગાર્ડઝ જવાનો, ૨૭૫-GRD જવાનો, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ની ૧૪ કંપનીઓના અર્ધ લશ્કરી દળના સુરક્ષા જવાનો તેમજ SRP ની ૧-કંપનીના જવાનોને ચૂંટણીલક્ષી ફરજ ઉપર  તૈનાત કરવાની સાથે જિલ્લાના રૂટવાઇઝ તમામ વિસ્તારોમાં સતત અને સઘન પેટ્રોલીંગની વ્યવસ્થા સાથે પૂરતો-સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
        ચૂંટણી પંચની સુચના મુજબ મતદાન કરતી વખતે દરેક મતદારે પોતાની ઓળખના પુરાવા તરીકે મતદાર ઓળખકાર્ડ રાખવું જરૂરી છે. મતદાનના દિવસે ઓળખકાર્ડ રજૂ ન કરી શકે તેવા મતદારે ભારતના ચૂંટણીપંચના હુકમથી નિયત કરાયેલ વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ પૈકીનો કોઇપણ એક દસ્તાવેજી પુરાવો રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે અને પોતે પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
આમ, સમગ્ર નર્મદા જિલ્લામાં મતદાનના દિવસે મતદાન મથકો સહિત જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પુરતા સુરક્ષા પ્રબંધો ઉપરાંત કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ જાહેર સુલેહ-શાંતિ-સલામતી જાળવવા માટેના તકેદારીના તમામ પગલાંઓ લેવામાં આવ્યાં છે.

IMG-20221130-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *