Gujarat

જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે પુરવઠા વિભાગ દ્વારા એપ્રિલ માસ દરમિયાન વિતરણ કરવામાં આવેલા જથ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં તેમણે આધાર ઇનેબલ ટ્રાન્જેકશન અંગે પણ વિગતે સમીક્ષા કરી કેટલીક જગ્યાએ કનેકટીવીટીના અભાવે કરવામાં આવતા ઓફલાઇન વિતરણ અંગે પણ જાણકારી મેળવી હતી.
આ ઉપરાંત ઉજજવલા ૨.૦ યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ગેસ સિલીન્ડર આપવાની કામગીરી અંગે પણ તેમણે વિગતે સમીક્ષા કરી ઉજજવલા યોજના અંગે યોગ્ય પ્રચાર પ્રસાર કરી વધુમાં વધુ લાભાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. પુરવઠા અધિકારી અભિષેક સિંહાએ બેઠકનું સંચાલન કર્યું હતું.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *