Gujarat

જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરાઈ

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સ્વરૂપે સમગ્ર રાષ્ટ્રમાં  ‘’ હર ઘર તિરંગા’’ ઝુંબેશ ચાલી રહેલ છે. અમરેલી જિલ્લા હોમગાર્ડઝ દળ તરફથી તમામ યુનિટને કાર્યક્રમ માટે જિલ્લા કમાન્ડન્ટશ્રી અશોક જોષી દ્વારા સૂચના તેમજ નોડલ અઘિકારીશ્રી પ્રવિણ સાવજ દ્વારા માર્ગદર્શન આ૫વામાં આવી રહયું છે.
‘’ હર ઘર તિરંગા ‘’ ઝુંબેશ દરમિયાન  જમા થનાર સ્વફાળો/ લોકફાળો સરકારી તિજોરીના નાણા વિભાગ દ્વારા જણાવેલ સદરમાં જમા કરાવવામાં વડી કચેરીથી સૂચના થયેલ છે. ગુજરાત હોમગાર્ડઝ કલ્યાણનિઘિ સહાય લગત ચેક વિતરણ કાર્યક્રમનું સાવરકુંડલા ખાતેના કાર્યક્રમમાં અમરેલી જિલ્લા હોમગાર્ડઝ દળ તરફથી ₹.૨૫,૦૦૦/ અંકે રૂપિયા ૫ચ્ચીસ હજાર પુરા સરકારશ્રીમાં જમા કરવામાં આવેલ છે.વડી કચેરીના એસ.એસ.ઓ. શ્રી બી.એસ.૫ટેલ સાહેબ, સિનિયર સ્ટાફ ઓફિસર, હોમગાર્ડઝ હેડ કવાટર્સ, અમદાવાદનાઓને નાણા જમા કરેલના ચલણ આપી વિગતથી વાકેફ કરવામાં આવેલ. આ તકે જિલ્લા હોમગાર્ડઝ કચેરીના સ્ટાફ ઓફીસર (લીગલ) કું. હંસા મકાણી, યુનિટ અઘિકારી સર્વશ્રી કચ્છી, શ્રી દેવેરા, શ્રી ગોહિલ, શ્રી ભટ તથા  શ્રી મહેતા તથા સાવરકુંડલા, રાજુલા, ખાંભા, ડેડાણ અને ટીંબી યુનિટના હોમગાર્ડઝ જવાનો ઉ૫સ્થિત રહેલ. તેમ કંટ્રોલ ઇન્ચાર્જશ્રી શરદ સા૫રીયાની યાદી જણાવે છે.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
Attachments area

IMG-20220813-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *