Gujarat

જીએસટી વિભાગની વેપારીઓને ખોટી રીતે હેરાન કરવાની કાર્યવાહી ?

ભાવનગર
ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ માં અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા ખોટી રીતે વેપારીઓને હેરાન કરાય છે. આવા ઉદ્યોગકારોને જીએસટી તંત્ર દ્વારા શો-કોઝ નોટિસ અથવા ઓર્ડર આપવામાં આવી રહ્યા નથી.શો-કોઝ નોટિસ અથવા ઓર્ડ નહીં આપવાને કારણે ઉદ્યોગકારો માટે ન્યાયનો વિકલ્પ પણ જીએસટી તંત્ર દ્વારા રૂંધવામાં આવી રહ્યો છે.આ અંગે તાજેતરમાં ભાવનગર ઇન્ડકશન ફરનેસ ડેવલોપમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાતના નાણા મંત્રીને પણ વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી. ઉદ્યોગકારોના બેંક ખાતા એટેચમેન્ટ કરવામાં આવી રહ્યા છે, તેના કારણે ન્યાયનો વિકલ્પ પસંદ કર્યા વિના એકતરફી કાર્યવાહીનો સામનો તેઓએ કરવો પડી રહ્યો છે. હાલ જીએસટી તંત્ર દ્વારા ફક્ત સમન્સ અને એડવાઇઝરી આપી ઉદ્યોગકારોને ખોટી વેરાશાખ પરત કરવા, વ્યાજ-દંડ ભરી જવા માટેના પત્રો પાઠવવામાં આવી રહ્યા છે. પરંતુ કાયદાની કઇ કલમ તળે કાર્યવાહી કરવામાં આવે છે તેના અંગેની શો-કોઝ અથવા નાણા ભરવાના ઓર્ડર અપાતા નથી, તેની સામે વ્યાપક રોષ ફાટી નિકળ્યો છે. ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ માં ઇ-ઇન્વોઇસ તળે વધુ વેપારીઓને સાંકળવાના હેતુસર આગામી તા.૧ ઓક્ટોબરથી ૧૦ કરોડથી વધુનુ ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ઇ-ઇન્વોઇસ બનાવવાનું ફરજીયાત બનાવવામાં આવ્યુ છે અને તેના અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. ઇ-ઇન્વોઇસ ઉપરાંત ઇ-વે બિલ તો વેપારીઓએ બનાવવાના જ રહેશે.ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ માં અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા ખોટા અર્થઘટનને કારણે મોટી સંખ્યામાં જેન્યુઅન વેપારીઓને અડધો સમય સરકારી કચેરીઓના પગથીયે વ્યતિત થવા લાગ્યો છે.બે-ત્રણ વર્ષ અગાઉ ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલા કાચા માલની ખરીદીમાં કોઇ વેપારીના બિલ ખોટા, કંપની બોગસ હોય તેવા લોકોને શોધવાને બદલે જેઓએ માલ ખરીદ્યો હોય તેને દંડ, વ્યાજ, વેરાશાખ પરત કરવા સહિતની કામગીરીઓ કરવામાં આવી રહી છે.

File-02-page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *