Gujarat

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાઈલ્ડ લાઇન સર્વિસ “૧૦૯૮” દીવ દ્વારા ફરંગીવાડા વિસ્તાર ખાતે ઓપન હાઉસ  પ્રોગ્રામ કરવામાં આવેલ

  ગિરગઢડા
  ભરત ગંગદેવ..
  જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાઈલ્ડલાઈન સર્વિસ દીવ દ્વારા  દિવના ફિરંગીવાડા વિસ્તાર ખાતે આવેલ પ્રભાત ટયુશન ક્લાસના બાળકો તથા ફિરંગીવાડા વિસ્તારના બાળકો સાથે ઓપનહાઉસ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં કુલ ૩૭ બાળકો અને ૧૪ વાલીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં પ્રભાત ટ્યુશન કલાસીસના સંચાલન શ્રી ફુલબારીયા જૈશિકાકુમારી દ્વારા આવકાર ભર્યું સ્વાગત પ્રવચન કરવામાં આવેલ ત્યાર બાદ ચાઈલ્ડલાઈન કોઓર્ડિનેટર તનવીરભાઇ ચાવડા દ્વારા ચાઈલ્ડલાઈન સર્વીસ વિશે માહિતી આપેલી આ સાથે ચાઇલ્ડલાઈન 1098 કૉલિંગ સર્વિસ(બાળકો માટેની હેલ્પલાઇન નંબર) વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા સાથે બાળકોના મુંજવણ અંગે પ્રશ્ન હોય જેવી અન્ય  તમામ બાબતો માટે ૧૦૯૮ ઉપર કોલ કરવાથી બાળકને મદદરૂપ થાય છે તથા બાળકોના હિતો,અધિકારો અને રક્ષણ માટે સમજૂતિ આપેલી,આ સાથે ૧૦૯૮ ઉપર ડેમો કૉલ કરી બાળકોને સમજણ આપી તથા ચાઈલ્ડલાઈન ટિમ મેમ્બર અંજનાબેન દ્વારા ગુડ ટચ/બેડ ટચ નો ભેદ બાળકોને સમજાવવામાં આવતું    ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકોને કૌશલ્યલક્ષી/બૌદ્ધિક લક્ષી વિવિધ રમતો રમાડવામાં આવેલ આ કાર્યક્રમને અંતે તમામ બાળકોને ચાઈલ્ડલાઈન તરફથી નાસ્તો આપી કાર્યક્રમ પૂર્ણ કરેલ જે સમસ્ત કાર્યક્રમનું આયોજન ચાઈલ્ડલાઈન, દીવ પ્રોજેકટ ડાયરેક્ટર આરીફભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેનું સંયુક્ત મેનેજમેન્ટ કો-ઓર્ડીનેટર તનવીર એસ.ચાવડા કરેલું તથા કાર્યક્રમને સફળ બનાવવા ટિમ મેમ્બર હર્ષા બેન શાહ,અંજનાબેન યાસીન અને વોલન્ટિયર કુલદીપભાઇ   ચૌહાણ, લાલિતભાઈ બેરડીયા,જહેમત ઉઠાવી.
Attachments area

IMG-20220626-WA0414.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *