Gujarat

જુના વાસિયાની મુવાડી પ્રા. શાળાના આચાર્ય વય નિવૃત થતાં તેમનો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ તાલુકાના પુનાદરા ગ્રામ પંચાયતની જુના વાસિયાની મુવાડી પ્રાથમિક શાળાના આચાર્ય  પ્રભાતસિંહ ગલાભાઈ ઝાલા વય નિવૃત થતાં તેમનો નિવૃતિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કપડવંજ તાલુકા પંચાયત અને સંગઠનના પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી, પુનાદરા સરપંચ પી.ડી.ઝાલા, પૂર્વ સરપંચ  અર્જુનસિંહ ગગાજી ચૌહાણ, ધોળાકુવા સરપંચ રણજીતસિંહ ઝાલા, પુનાદરા તથા જુનાવસિયાની મુવાડીના સર્વે આગેવાનો તેમજ ગ્રામજનો, વાધજીપુર પે સેન્ટર શાળામાંથી પધારેલ સર્વે શિક્ષણ જગત સાથે જોડાયેલ મહાનુભાવો તથા વ્હાલા ભુલકાઓ એ નિવૃત થતાં મુખ્ય શિક્ષક  પ્રભાતસિંહ ઝાલાની શ્રેષ્ઠ સેવાઓ અને કામગીરીને બિરદાવી સન્માનિત કરી વયનિવૃતિ પછીના સુખમય શ્રેષ્ઠ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે નિવૃત થતાં આચાર્ય પ્રભાતસિંહ ઝાલાએ પણ તેમની વર્ષો ચાલતી સેવાઓની યાદોને વાગોળી સમગ્ર શિક્ષણ જગત તથા તમામ મહાનુભાવોનો સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20221008-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *