જૂનાગઢ આરટીઓ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલની નવી સીરીઝનું રીઓકશન થશે. LMV મોટરકાર ફોર વ્હીલ રજીસ્ટ્રેશન માટેની સીરીઝ GJ-11-BR, GJ-11-CD, GJ11CH તેમજ ટુ વ્હીલ રજીસ્ટ્રેશન માટેની સીરીઝ GJ-11-CE,GJ-11-CF,GJ-11-CG,GJ11CJ, GJ11CK અને ટ્રાન્સપોર્ટ (HGV) GJ-11-VV અંતર્ગત બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર માટે રીઓકશન થશે. બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર મેળવવા માંગતા અરજદારે વાહન ખરીદ તારીખથી ૭ દિવસની અંદર http/parivahan.gov.in/fancy/ લીંક મારફતે વાહન -૪ સોફટવેરમાં CNA ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન થયેલું હોય તેઓ તા.૧૫/૧૨/૨૦૨૨ થી તા.૧૭/૧૨/૨૦૨૨ સુધી ઉપરની લિંક મારફતે વાહન નંબર પસંદ કરવાના રહેશે. તથા સદર પસંદ કરેલ નંબર પર તા.૧૭ અને તા.૧૯ ડિસેમ્બર સુધી ઉપરની લિંક અંતર્ગત બિડીંગ કરવાનું રહેશે. જે અનુસાર સૈાથી વધુ બીડ થયેલ નંબર,તે બીડ કરનાર અરજદારને વાહન ૪ સોફટવેર દ્વારા ફાળવી દેવામાં આવશે.
જે વાહન માલિક દ્વારા CAN ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલિક, વાહન ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમજ ઓક્શન બિડીંગમાં ભાગ લેનાર અરજદારે સિરીઝ ખુલ્યાની તારીખથી દિવસ-૩ માં બિડીંગ મુજબના નાણા ઓનલાઇન ભરવાના રહેશે. તેમજ તે અંગેની જાણકારી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી જૂનાગઢને કરવાની રહેશે. અન્યાથા જે-તે નંબર મળવાપાત્ર રહેશે નહીં.
