જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૪૨ પીએચડી વિધાર્થીઓ રાજય સરકારની શોધ સ્કોલરશીપ માટે પસંદગી પામ્યા છે.
જૂનાગઢ કૃષિ યુનિવિસર્ટીમાં વિવિધ વિદ્યાશાખાઓમાં અલગ અલગ વિષયોના પીએચ.ડી.અભ્યાસક્રમો ચાલે છે.જેમા ગુજરાત સહિત અન્ય રાજ્યો તેમજ વિવિધ દેશોમાંથી વિદ્યાર્થીઓ ગુણવત્તાસભરશિક્ષણનો લાભ લેવા બહોળી સંખ્યામાં અભ્યાસ અર્થે આવતા હોય છે.
વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવી અને પ્રોત્સાહન પુરુ પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા Scheme of Developing High Quality Research (SHODH) અંતર્ગત દરવર્ષેપીએચ.ડી.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનીયોજના અમલમાં મુકેલછે.આ યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દરમહિને રૂા. ૧૫૦૦૦/-નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
આ ઉપરાંતપીએચ.ડી.ના વિદ્યાર્થીઓને આનુસંગિક ખર્ચ માટેવાર્ષિકરૂા.૨૦,૦૦૦/-પણ આપવામાં આવે છે.આ યોજનાથી વિદ્યાર્થીઓમાં સંશોધનની સજજતા વધશે,જેનાથી ગુજરાતની જ્ઞાન સંપદામાં બહુલક્ષી વૃધ્ધિ થશે,તેમજ ગુજરાત રાજ્યમાં ઉચ્ચ માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે સ્કોલર વિદ્યાર્થીઓનો સમુદાયતૈયાર કરવા ઉપરાંત અન્ય ઘણા લાભો થશે.
વિદ્યાર્થીઓ અને ખેડૂત સમુદાયમાં બહોળી લોકચાહના ધરાવતા કુલપતિશ્રી ડો. વી.પી.ચોવટીયા જ્યારે સંશોધન નિયામકશ્રી તરીકે કાર્યરત હતા ત્યારથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને આ બાબતથી સતત પ્રોત્સાહિત કરી અનેSHODH ફેલોશીપ અંગેનુ માર્ગદર્શન પૂરુ પાડતા હતા, જેનાં પરીણામેઆયોજનાહેઠળ ગુજરાત રાજ્યમાં આવેલ ચારેય કૃષિ યુનિવર્સિટીઓમા સૌથી વધુ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જુદીજુદી વિદ્યાશાખાઓના કુલ ૪૨ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવેલછે.
આ સિધ્ધિ મેળવવા બદલ કુલપતિશ્રી, ડો. વી.પી. ચોવટીયા દ્વારા આ યોજનામાં પસંદ થયેલ સર્વે વિદ્યાર્થીઓ, કુલસચિવશ્રી,ડો. કલ્પેશકુમાર,આ યોજનાના યુનિવર્સિટી નોડલ અધિકારી,ડો. આર. એમ. સોલંકી તથા અન્ય યુનિવર્સિટી અધિકારીશ્રીઓ,તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ તથા આ યોજના સાથે સંકળાયેલ તમામ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવેલ છે.
