એક સમયે માતૃભૂમિ અને પ્રજા માટે માથા દેવાનો સમય હતોં. પરંતુ હવે મત આપવાનો સમય છે. તેમ જણાવતા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં મહંત શ્રી ઈન્દ્રભારતી બાપુએ જૂનાગઢ જિલ્લાના નાગરિમોને તા.૧લી ડિસેમ્બરનાં રોજ અચૂક મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રાર્થનાપૂર્વક આપીલ કરી છે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૦૨ માટે તા.૧ લી ડિસેમ્બરના રોજ રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનુ છે. જેમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, ત્યારે લોકશાહિના આ મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી થવાનું જણાવતા ઈન્દ્રભારતી બાપુએ કહ્યું હતું કે, લોકશાહીમાં મતદારોને સારા અને યોગ્ય નેતા ચૂંટવાની તક મળતી હોય છે. ત્યારે ગુજરાતના નાગરિકોની સાથે જૂનાગઢ પ્રજાજનો તા.૧લી ડિસમ્બરનાં રોજ અચૂક મતદાન કરે અને પોતાના યોગ્ય જન પ્રતિનિધિને ચૂંટીને ગાંધીનગર મોકલે.
ઈન્દ્રભારતી બાપુએ આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રિ રચિત રાજની મહત્તમ મતદાન માટે હાથ ધરેલાં પ્રયાસોને બિરદાવ્યાં હતાં.
