જૂનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકામાં છેલ્લા 4 વર્ષમાં 3 વખત સતા પરીવર્તન થતાં સમગ્ર વિસ્તારમાં અને શહેરમાં આ વાતની ચર્ચા એ જોર પકડ્યું છે.2017 માં નગરપાલિકાની ચુંટણી યોજાઈ હતી.જેમાં કાઁગ્રેસ પક્ષના 20 સદસ્યો અને ભાજપ પક્ષના 4 સદસ્યો વિજય થયા હતા.અને 20 સદસ્યો સાથે કાઁગ્રેસ પક્ષે સતા લીધી હતી.અને સિરાજ વાજા પ્રમુખ પદે બેઠા હતા.વિવાદો ની હારમાળા વચ્ચે હેમખેમ બે થી અઢી વર્ષ નું શાસન પૂર્ણ થયા બાદ પ્રમુખ પદ્ માટે ફરી ચૂંટણી યોજાઈ હતી.જેમાં કાઁગ્રેસ પક્ષના સદસ્યોમાં કોઈ કારણોસર નારાજગી સર્જાતા 10 સદસ્યોએ ભાજપને ટેકો આપી 10 વિરૂદ્ધ 14 સાથે ભાજપ સતામાં આવ્યું હતું.જેમાં નિર્મળાબેન જેન્તીભાઇ કલોલા પ્રમુખ તરીકે જાહેર થયા હતા.ત્યારથી લઈ આજસુધી વંથલી નગરપાલિકા ભાજપ શાસિત રહી હતી. લાંબા સમયથી બીમારી ના કારણે નિર્મળાબેન કલોલા નું અવસાન થતાં પ્રમુખ પદની જગ્યા માટે ગઇકાલે એસ.ડી.એમ સાહેબની અધ્યક્ષતા માં પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપ પક્ષના 4 સદસ્યો દ્વારા ફરી કાઁગ્રેસ પક્ષને ટેકો જાહેર કરતા 10 વિરૂદ્ધ 13 સદસ્યો સાથે વંથલી નગરપાલિકામાં કોંગ્રેસે ફરી સત્તા નું સુકાન સંભાળ્યું હતું.જેમાં નગરપાલિકા પ્રમુખ તરીકે લીલાવતીબેન વામજા નું નામ જાહેર કરવામાં આવ્યું હતું.આમ છેલ્લા 4 વર્ષ દરમિયાન 3 વખત સત્તા પરિવર્તન થતાં સમગ્ર વિસ્તારમાં અવારનવાર સત્તા પરિવર્તન ની વાતે જોર પકડ્યું છે.હવે જોવું એ રહ્યું કે બાકી રહેલ આ સમયગાળા દરમિયાન કાઁગ્રેસ પક્ષ સત્તા જાળવી રાખે છે.કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે…
અહેવાલ :હાર્દિક વાણીયા વંથલી


