Gujarat

જૂનાગઢ બહાઉદ્દીન આર્ટસ કોલેજમાં ઇનોવેશન ક્લબ અંતર્ગત ચાર દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓએ ડ્રોનટેલિસ્કોપઇલેક્ટ્રિક અને ઈલેકટ્રોનિકસ ગેજેટરોબોટની રચનાની કામગીરી વિશે માહિતગાર થયા

જૂનાગઢ ખાતેની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં સરકારશ્રીનાં પ્રકલ્પ અને કોલેજના ઇનોવેશન કલબના સંયુક્ત ઉપક્રમે તા.૦૪/૦૭/૨૦૨૨ થી ૦૭/૦૭/૨૦૨૨ દરમિયાન ચાર દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૫ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ વિવિધ ઉપકરણોના ઉપયોગ વિશે માહિતગાર થયા હતા. તેમના ટ્રેનર તરીકે ગાંધીનગરથી મનુંસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં ભણતા ગ્રામીણ કક્ષાના કોઠાસુજ ધરાવતા વિદ્યાર્થીઓએ ડ્રોન વિશે, ટેલિસ્કોપ,ઇલેક્ટ્રિક અને ઈલેકટ્રોનિકસ ગેજેટ વિશે, રોબોટની રચનાની કામગીરી વિશે વિગતવાર થીયરીકલ અને ખાસ તો પ્રેક્ટીકલ અનુભવ સાથે શીખ્યા હતા. આ માટે કિંમતી અને અગત્યની સાધન કીટ ઉચ્ચ શિક્ષણ તરફથી કોલેજને આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સહ કોઓર્ડીનેટર તરીકે રતિલાલ કાલરીયા અને ડો.રાજીવ ડાંગર એ જહેમત ઉઠાવી હતી.

Bahaudin-clg1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *