Gujarat

જૂનાગઢ મહાનગરપાલિકા સ્થાયી સમિતીની બેઠકમાં વિકાસના કામોને મળી મંજૂરી.

સાગર નિર્મળ
જૂનાગઢ
૧૯.૧૭ કરોડની માતબર રકમના વિકાસકાર્યો મંજુર કરતી સ્થાયી સમિતી
હાઉસટેકસ વ્યાજમાફીની યોજનામાં વધુ ૧ માસનો મુદત વધારો કરી તા.૩૦/૬/૨૦૨૨ સુધી લોકો હવે વ્યાજમાફી યોજનાનો લાભ લઇ શકશે.
જૂનાગઢ મનપાના તમામ કર્મચારીઓને પ્રધાનમંત્રીશ્રી વિમા સુરક્ષા કવચ થકી સુરક્ષીત કરવાનું આયોજન થશે.
મહાનગરના ગીરનાર દરવાજાથી ભવનાથ વિસ્તારમા આવેલ ડીવાઇડર વિજપોલ પર સ્પીકર મુકી આદ્યાત્મિક વાતાવરણ સર્જવાની લોકભાગીદારીની રજુઆતને આપવામાં આવી મંજુરીની મોહોર’
આશરે રૂા.૪ કરોડ ૬૮ લાખના લોકભાગીદારી યોજના હેઠળના વોર્ડ વિસ્તારના વિકાસકાર્યો મંજુર થયા.૧૦ વર્ષનો રોડમેપ તૈયાર કરવા તથા અમૃત ૨.૦ સ્વચ્છ ભારત મીશન જેવા કેન્દ્રીય આયોજનો માટે આશરે રૂા.૩.૯૭ કરોડના ખર્ચે કેપીએમજી પ્રા.લી.કન્સલ્ટન્સી એજન્સી રોકતી મ.ન.પા.જૂનાગઢ રેઇન વોટરહાર્વેસ્ટીંગ યોજનાને આગળ ધપાવવા આશરે રૂા.૨ કરોડ ૬ લાખના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા મંજુર કરવામાં આવી.
આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળેલ હતી, જે બેઠક અન્વયે નિર્ણયો લેવા માટે સર્વપ્રથમ સંકલનની બેઠક મળેલ હતી, જેમાં મેયરશ્રી ગીતાબેન પરમાર, ડે.મેયરશ્રી ગિરીશભાઇ કોટેચા, સ્થાયી સમિતી ચેરમેનશ્રી હરેશભાઇ પરસાણા, શાસકપક્ષનેતાશ્રી કિરીટભાઈ ભીંભા, દંડકશ્રી અરવિંદભાઇ ભલાણી, સ્થાયી સમિતીના સિનીયર સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેલ હતાં જેમાં સ્થાયી સમિતીના એજન્ડા અનરૂપ નિર્ણયો લેવામાં આવેલ હતાં. ત્યારબાદ સ્થાયી સમિતીની બેઠક ચેરમેનશ્રી હરેશભાઇ પરસાણાના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડીંગની બેઠકમાં સદસ્યશ્રીઓ મહેન્દ્રભાઇ મશરૂ, શશીકાંતભાઇ ભીમાણી, નટુભાઇ પટોળીયા, કિશોરભાઇ અજવાણી, આરતીબેન જોષી, દિવાળીબેન પરમાર, ભારતીબેન ત્રાંબડીયા, જીવાભાઇ સોલંકી શાંતાબેન મોકરીયા, સહિતના સદસ્યશ્રીઓની ઉપસ્થિતીમાં મળેલ હતી, જે બેઠકમાં અનેકવિધ વિકાસકાર્યો અને વોર્ડવિકાસના પ્રજાકિય સુખાકારીના કામોને મંજુરી આપવામાં આવેલ છે, મુખ્યત્વે વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવેલ છે.
મહત્વના લેવાયેલા નિર્ણયોની યાદી જોઈએ તો
જૂનાગઢ મહાનગરપાલિકાને મળેલ સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના તળે મળેલ લોકભાગીદારીની રકમ અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૨,૪,૧૩ ના વિવિધ સોસાયટી વિસ્તારોના નાગરીકો ધ્વારા વિકાસકાર્યોની માંગણી અન્વયે લગત વોર્ડના કોર્પોરેટરશ્રીઓ ઘ્વારા ૨% ૨કમ ભરપાઇ કરેલ હોઇ, ૧૦% ૨કમ સ્વભંડોળની ઉમેરી, ૭૦% લોકભાગીદારીની સરકારશ્રીની ગ્રાંન્ટ આમ કુલ મળી ૧૦૦% રકમ એસ્ટીમેટ અનુસારના કુલ ૧૯ કામો જેમાં વિવિધ સોસાયટી વિસ્તારોમા વિકાસકાર્યો અને સાર્વજનીક પ્લોટોમાં રોડ, ગટર, પેવીંગબ્લોક પાથરવા, કંમ્પાઉન્ડવોલ સહિતની કામગીરી હાથ ધરવા માટે આશરે ૨કમ રૂ. ૪.૬૮ કરોડના કામો મંજર કરવામાં આવેલ છે. આ કામોમાં ઉપરોકત વોર્ડના માન.કોર્પોરેટરશ્રીઓએ ૨૦% પોતાની કોર્પોરેટર ગ્રાંન્ટ ફાળવેલ છે,જે કામો થવાથી વિવિધ વિસ્તારોમાં વિકાસકાર્યો થશે.
જૂનાગઢ મહાનગરપાલિકા ધ્વારા આગામી ૧૦ વર્ષનો રોડમેપ તૈયાર કરવા, અમૃત ૨.૦, સ્વચ્છ ભારત મીશન ૨૦ તથા ૧૫ મા નણાપંચ અંર્તગત પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ ૩ વર્ષ માટે સેટઅપ કરી આપવાના કન્સલ્ટન્સી સર્વિસ પ્રોવાઇડ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પુર્ણ કરી કેપીએમજી એડવાઇઝરી સર્વિસીઝ પ્રા.લી.-અમદાવાદનો ફાઇનલ કમ્પોઝીટ સ્કોર સૌથી વધુ હોઇ એટલે કે ૧૦૦ માંથી ૯૩ માર્ક મેળવેલ હોઇ આશરે રકમ રૂા. ૩ કરોડ ૯૭ લાખ ના બીડને મંજુર કરવામાં આવેલ છે

Screenshot_2022_0603_175819.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *