તાજેતરમાં ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં પૂનમના અવલોકનમાં પણ સિંહની ગણતરીમાં અસર પહોંચી અને પૂનમ અવલોકનમાં સિંહ ગણતરીનો આંક ઓછો આવ્યો, તેવા શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયેલા અહેવાલ સંદર્ભે જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રીએ રદિયો આપ્યો છે.
આ રદિયા મુજબ સિંહની કોઈ ગણતરી કરવામાં આવતી નથી. દર પૂનમના રોજ સિંહોના અવલોકન મેળવવામાં આવે છે અને તેમાં જોવા મળેલ સિંહોના અવલોકનના આંકડા નોંધવામાં આવે છે, આ ગણતરીના આંકડા ન હોય આ અવલોકન આંકડાઓમાં વધ-ઘટ થતી હોય છે. વધુમાં જણાવવાનું કે, હાલ થયેલ અવલોકનમાં કોઈ નોંધપાત્ર ફરક આવેલ નથી.
