Gujarat

જૂનાગઢના ઈવનગરની પરિણીતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ
જૂનાગઢના ઈવનગર ગામે રહેતા ગૌરીબેન કલાભાઈ વાઘેલાએ મહિલા પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગૌરીબેનના લગ્નના ૫ વર્ષ બાદ કુપોષણના લીધે બાળકો મૃત્યુ પામ્યા હોય જેથી સાસરિયાઓ તું વાંઝણી છે કહી મેણાં ટોણાં મારી શારીરિક- માનસિક ત્રાસ આપતા હતા અને પુત્રી રિયાનો જન્મ થતા ગૌરીબેનને મૂકીને ચાલ્યા ગયા હતા. પાછળથી ગીતાબેન અશ્વિનભાઈ વાઘેલા, લખીબેન સોમાભાઈ વાઘેલા, નિલમબેન સંજયભાઈ વાઘેલા, સંજયભાઈ સોમાભાઈ વાઘેલાએ મારકૂટ કરી ઘરમાંથી કાઢી મુક્યા હતા. અને કલાભાઈનો પત્તો મળતા ગૌરીબેન તેના ઘરે ગયા હતા અને દુઃખ ત્રાસની વાત કરી તો તેમણે ગાળો ભાંડી મારકૂટ કરી હતી. અને કહ્યું હતું કે, મેં એક સ્ત્રીને ઘરમાં બેસાડી લીધી છે. જેથી ગૌરીબેનને આઘાત લાગતા જીવન ટૂંકાવવાનો વિચાર કર્યો હતો. જાેકે, તેમના કાકાને મળતા આશ્વાસન આપ્યું હતું. જેથી ગૌરીબેન માવતર જતા રહ્યાં હતા. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *