જુનાગઢ
છેલ્લા થોડા દિવસોમાં તસ્કરોએ માંગરોળ પંથકને નિશાનામાં લીધુ હોય તેમ બે દિવસ પૂર્વે તાલુકાના એક ગામમાં બેંકની બ્રાન્ચમાં ચોરીના પ્રયાસની ઘટના બની હતી. ત્યારબાદ વધુ એક મકાનને નિશાન બનાવી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ તાલુકાના શીલ નજીકના ઘોડાદર ગામની સીમમાં એકલા રહેતા વૃધ્ધ પરબતભાઈ દેવસીભાઈ વાજા (ઉ.વ.૭૫)એ થોડા દિવસો પહેલા મગ,ચણાનું વેંચાણ કરેલ જેથી તેની અવેજના રૂ.૧.૩૦ લાખ આવ્યા હતા. બાદમાં આ રકમ વૃધ્ધે તેના ઘરમાં રહેલ પેટીમાં સાચવીને રાખ્યા હતા. દરમિયાન પરબતભાઇ બાજુમાં આવેલી પોતાના કુટુંબી ભાઈની વાડીએ સુવા ગયા હતા. ત્યારબાદ અજાણ્યા તસ્કરોએ વૃધ્ધના વાડીના મકાનની પાછળ બાજુની ગ્રીલ તોડી ઘરમાં ઘુસી અંદર પેટીમાં રાખેલા રૂ.૧.૩૦ લાખ રોકડા ચોરી કરી નાસી ગયા હતા. જેની બીજા દિવસે પરબતભાઇ પોતાના મકાને ગયેલ ત્યારે થઈ હતી. જેથી વૃધ્ધએ ચોરી અંગે અજાણ્યા તસ્કરો સામે ફરીયાદ નોંધાવતા માંગરોળ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ નજીક આવેલ ઘોડાદર ગામની સીમમાં એકલા રહેતા વૃદ્ધની વાડીના મકાનની ગ્રીલ તોડી અંદર પેટીમાં રાખેલા પાક વેચાણના રૂ.૧.૩૦ લાખ અજાણ્યા તસ્કરો ચોરી કરી નાસી ગયા હતા. નાના એવા ગામમાં તસ્કરના તરખાટને લઈ ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે. તો આ ચોરી મામલે પોલીસે સ્થળ પર દોડી આવી તસ્કરોને સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.