જૂનાગઢના ટીંબાવાડી બીલનાથપરા, પ્રમુખનગર ગેઇટની પાસે રહેતી ૧૭ વર્ષ ૪ માસ અને ૧૦ દિવસની કિશોરીનું તા.૧૩/૯/૨૦૨૨ને ૩-૩૦ વાગ્યા આસપાસ પ્રમુખનગરના ગેઇટ પાસેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪.૩૦ ફુટ, બાધો પાતળો અને રંગ ઘઉંવર્ણ છે. કિશોરીએ બ્લુ કરલનું ટોપ તથા લીલા કલરની ચૂંદડી તથા બ્લુ કલરની લેગીશ પહેરેલ છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સી ડીવીઝન પોલીસે જણાવ્યું છે.
