Gujarat

જૂનાગઢના બફેલ રેન્જનાં આસપાસનાં એક કિલોમીટરનાં વિસ્તારમાં પ્રવેશબંધી

પોલીસ તાલીમ મહા વિદ્યાલય, બિલખા રોડ, જૂનાગઢ સ્થિત બફેલ રેન્જમાં તાત્કાલિક અસરથી તા.૨૪/૧૨/૨૦૨૨  સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે. આ દરમિયાન પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જૂનાગઢનાં બફેલ રેન્જા ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર – જવર ભયજનક હોય, લોકોની સુરક્ષા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી.બાંભણિયાએ  તાત્કાલિક અસરથી તા.૨૪/૧૨/૨૦૨૨ સુધી જૂનાગઢનાં બફેલ રેન્જનાં આસપાસનાં એક કિલોમિટરની રેન્જમાં રાહદારીઓ તેમજ વાહનો માટે સવારે ૬ થી સાંજના ૭ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *