સાગર નિર્મળ
જનતા કી જાનકારી
જૂનાગઢ
જૂનાગઢમાં માતા-પિતાના ઠપકાથી ઘરેથી નીકળી ગયેલ તરૂણીનુ જૂનાગઢ ૧૮૧ ટીમ દ્વારા પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર એક જાગ્રુત નાગરિક દ્વારા ફોન કરી જણાવ્યું કે અંદાજે ૧૬ વર્ષની તરૂણી ઘરછોડીને નિકળી ગયેલ હોય ત્યારે મદદની જરૂર હોય માટે જૂનાગઢ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર પ્રિયંકા ચાવડા તથા મહિલા પોલીસ કિરણબેન ગોંડલિયા અને પાયલોટ રાહુલભાઈ ખાવડુ સહિતના ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.
તરૂણીને મળીને આશ્વાસન આપતા કાઉન્સેલીંગ દરમિયાન જાણવાં મળ્યું કે તરૂણી ધોરણ -૧૦ મા અભ્યાસ કરે છે અને આજ રોજ શાળાથી ઘરે જતા રસ્તામા તબિયત ખરાબ થયેલ અને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ગયેલ હતી. શાળાથી ઘરે મોડું થવાના કારણે માતાએ ઠપકો આપતા હોય જેથી ઘરે જવુ જ ના હતું. તરૂણીને તેમના માતા-પિતા પાસે તેમના ઘરે લઈ જવામાં આવી હતી અને તરૂણીના માતા-પિતાને મળીને તેમનુ કાઉન્સેલીંગ કરાતા જાણવા મળ્યું કે, તરૂણીની માતાએ વિગતવાર માહીતી આપી કે, તેમની દિકરીની ખરાબ મિત્રો સાથેની સંગત ના કારણે શાળાએથી મોડા આવતા તેમની માતા એ ઠપકો આપયો હતો અને અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવા જણાવેલ હતું. આ બાબતનુ તરૂણીને મનમાલાગી આવતા ઘરેથી કોઈને પણ જાણ કર્યાં વગર ધર છોડીને ક્યાંય નીકળી ગયેલ હતી. તરૂણીના માતા-પિતા પણ તેને શોધવા તજવીજ હાથ ધરી હતી અને સગા સબંધીઓને ત્યાં સંપર્ક પણ કર્યા હોય અને કોઈ પતો ન લાગતા નજીકના પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ હોવાની જાણ કરેલ હતી. તરૂણીના માતા-પિતાનુ પણ કાઉન્સેલીંગ કરીને પ્રાથમિક કાયદાકીય માહિતી આપવાની સાથે તરૂણીનુ પણ કાઉન્સેલીગ કરીને અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જણાવેલ.
૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ૧૬ વર્ષની તરૂણીનુ તેના માતા-પિતા સાથે મિલન કરાવતાની સાથે જ તરૂણીની માતા અને પરિવારે ૧૮૧ મહિલા હેલ્પલાઇનાં કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો


