Gujarat

જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમો ઓવરફ્લો નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

જૂનાગઢ શહેર તેમજ નજીકના અન્ય ગામોને પીવાના પાણીનો મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાતા આણંદપુર ડેમમાં ભારે વરસાદને પગલે ઓવરફ્લો થતાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

હાલમાં ભારે વરસાદના પગલે  વિયર આણંદપુર  ડેમ ઓવરફલો  અફાટ જળરાશી  વહી રહી છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં આણંદપુર, રાયપુર, સુખપુર અને નાગલપુરનો સમાવેશ થાય છે. આ સાથે તંત્ર દ્વારા નદી પટમાં કોઈએ અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખની છે કે, જૂનાગઢ શહેરના મેયર ગીતાબેન પરમાર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ  આણંદપુર ડેમની મુલાકાત લઈને નવા નીરના વધામણા કર્યા હતા.

Aanandpur-dem-overflow-4.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *