સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢમાં પતિ પત્ની વચ્ચે ચારિત્ર્યની શંકાને કારણે થયેલા ઝઘડાનું સમાધાન કરાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઈન
પતિ પત્ની વચ્ચે ઘણીવાર સામાન્ય ઝઘડાતો થતા જ હોય છે અને વાત કયારે લગ્ન વિચ્છેદ સુધી પહોંચી જતી હોય છે. ત્યારે આવી જ એક સામાન્ય બાબતમાં જૂનાગઢમાં પતિ પત્ની વચ્ચે ચારિત્ર્ય પરની શંકાને કારણે ચાલતા ઝઘડાનું નિરાકરણ લાવતી ૧૮૧ મહિલા હેલ્પ લાઇન જૂનાગઢ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તાર માંથી એક પીડિત મહિલા દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ હતો જેમાં પીડિત મહિલાએ તેમના પતિ ઝઘડો કરી હેરાનગતિ કરતા હોય અને ઘરેથી નીકળી જવાનું કહેતા હોવાની વિગતો જણાવી હતી. જેના પગલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન જૂનાગઢની ટીમના કાઉન્સેલર અરુણાબહેન કોલડીયા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ કિરણબાળા ગોંડલીયા તેમજ પાયલોટ
સહિતની ટીમ સ્થળ પર પહોંચી પીડિત મહિલા તથા તેમના પતિને સાંભળી કાઉન્સેલિંગ કરતા જણાયેલ કે લગ્ન જીવનના બાર વર્ષ થયેલ હોય અને ત્રણમહિના પહેલા પતિને ફોન પર વાત કરતા જોઈ જતા ઝઘડો થયેલ હતો જે ભુલ તેમના પતિએ સ્વીકારી પણ લીધેલ હોય તેમ છતાં હજુ રોજ ફોનની વાત પર બન્ને વચ્ચે ઝઘડો થતો હોય જેથી પતિ પત્ની વચ્ચે છુટાછેડા સુધી વાત પહોંચતા પીડિતા મહિલાને તેમના પતિએ ઘર છોડી જતા રહેવા માટે જણાવતા મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માટે બોલાવેલ .જેથી ૧૮૧ ટીમ દ્વારા પીડિતા મહિલા તથા તેમના પતિનું કાઉન્સેલિંગ કરેલ અને તેમના મનમાં રહેલ શંકા દૂર કરવાના પ્રયત્ન કર્યા હતા. કુટુંબના સભ્યો સાથે પણ પરામર્શ કર્યાબાદ બધાની સહમતિથી પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવામાં સફળતા મળી હતી. જેથી એક સમયે આ તૂટતા પરિવારે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની કામગીરીને બિરદાવી સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરેલ.


