સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ મહાનગર સેવા સદન ધ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે તા.૧૪/૪/૨૦૨૨ ના રોજ કાળવા ચોક ખાતે માન.મેયરશ્રી ગીતાબેન.એમ.પરમારના વરદ હસ્તે તેમજ ડે. મેયરશ્રી ગિરીશ ભાઈ કોટેચાના હસ્તે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી પહેરાવામા આવી હતી અને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ તકે માનનીય પૂર્વ મેયરશ્રી ધીરુભાઈ ગોહેલ, કોર્પોરેટર શ્રી દિવાળી બેન પરમાર, મોહનભાઇ પરમાર અને દલિત આગેવાનો તેમજ આસી. કમિશનર શ્રી જયેશ.પી.વાજા, પ્રોગ્રામ ઓફિસર શ્રી વત્સલાબેન દવે, ઓફિસ સુપરિટેન્ડેન્ટ શ્રી જીજ્ઞેશભાઈ પરમાર, વ્યવસાયવેરા અધિકારીશ્રી રાજુભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.


