Gujarat

જૂનાગઢમાં કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું ઉદ્ઘાટન કરશે: કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે

જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રીશ્રી નરેન્દ્રસિંહ  તોમર કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું ઉદ્ઘાટન તા.૨ના સવારે ૧૦ કલાકે કરશે. આ તકે કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૧૧ કલાકે એગ્રીકલ્ચર યુનિવર્સીટી ખાતે વિશ્વ કોકોનેટ ડે ઉપર ફંક્શન યોજાશે.

જૂનાગઢમાં કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફીસના ઉદ્ઘાટન સમારોહના સુચારુ આયોજન અંગેની બેઠક કલેકટરશ્રી રચિતરાજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

નાળિયેર વિકાસ બોર્ડ, જૂનાગઢ કચેરીના ઉદ્ઘાટન માટે નિયુક્ત અધિકારીઓ, સંબંધિત એસડીએમ, મામલતદાર, નાયબ નિયામક બાગાયત, જિલ્લા કૃષિ અધિકારી, ભૂતપૂર્વ એન્જી આર એન્ડ બી સ્ટેટ, એનઆઈસી ટીમ અને પીજીવીસીએલ સાથે સમીક્ષા બેઠક કલેકટરશ્રી રચિત રાજે  લીધી હતી.

આ તકે  કલેક્ટરશ્રીએ ઓફિસ સ્થળના નવીનીકરણના કામની સ્થિતિની સમીક્ષા કરી, માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. એસડીએમ કેશોદ અને એસડીએમ મેંદરડાને કૃષિ કચેરી સાથે સંકલન કરવા અને માળિયા અને માંગરોળ પટ્ટામાં નાળિયેરના ખેડૂતોનો ડેટા રાખવા તથા ડેટા મેળવવા સૂચના આપી હતી. ડેટા માટે ખેડૂતો સાથે સંકલન કરવાનું પણ જણાવ્યુ હતું. જિલ્લાભરમાંથી આવતા ખેડૂતો માટે પરિવહન સહિતની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરી હતી.

        કૃષિ યુનિવર્સિટીને નારિયેળની ખેતી, સોઇંગ પેટર્ન, માર્કેટિંગ, જંતુનાશક નિયંત્રણ અને નારિયેળના ખેડૂતો માટે તાલીમ વર્કશોપ પર નિષ્ણાત વ્યાખ્યાન/વૈજ્ઞાનિક નિદર્શન તૈયાર કરવા સૂચના  કલેકટરશ્રીએ આપી હતી.

આત્માના નિયામકને નારિયેળની ખેતી માટે વૃક્ષારોપણ, ખેતી અને માર્ગદર્શન માટે શિબિરો તથા નારિયેળની ખેતી પર એક પ્રદર્શનનું આયોજન કરવાની સૂચના આપી હતી.

 કેન્દ્રીય મંત્રીશ્રી વિશ્વ નાળિયેર દિવસ પર કોચી, કેરળ ખાતે ખેડૂતોને સંબોધિત કરશે, ઉદઘાટન સમારોહના સ્ક્રીન, વેબલિંક, વેબકાસ્ટિંગ અને લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા માટે NIC ટીમને સૂચના આપી હતી.

જૂનાગઢના મદદનીશ બાગાયત નિયામકશ્રી વિશાલ હદવાણીએ કહયુ હતું  કે જૂનાગઢ જિલ્લામાં ફળોમાં  પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી  વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો ૬૩૦૦ હેકટર વાવેતર વિસ્તાર છે. માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે.

coconut-board.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *