Gujarat

જૂનાગઢમાં ‘ગુજરાત’ સામયિકનું વિતરણ

રાજ્ય સરકારના મુખપત્ર ‘ ગુજરાત ‘ સામાયિકનું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૩૬મી રાષ્ટ્રીય રમતોના સંદર્ભમાં આયોજિત જાગૃતિલક્ષી કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

     ‘ગુજરાત’ પાક્ષિક વાચકોને વિકાસલક્ષી અને યોજનાકીય જાણકારી આપવા માટે જાણીતું છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓમાં પણ તેની બહુ માંગ રહે છે. આ સામયિકમાં રાજ્ય સરકારની નીતિઓ, યોજનાઓ સહિતની વૈવિધ્યસભર માહિતી રસાળ શૈલીમાં પીરસવામાં આવે છે. ગુજરાત સામયિક તેની આકર્ષક ડિઝાઇન અને રંગરૂપને લઈને લોકોમાં પ્રિય છે, ત્યારે વિદ્યાર્થીઓને ‘ગુજરાત’ મેગેઝીન હાથમાં આપવામાં આવતા તેનો આનંદ ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો.

    ઉલ્લેખનીય છે કે, જિલ્લા માહિતી કચેરી, જૂનાગઢ ખાતે વિનામૂલ્યે ગુજરાત પાક્ષિકનો અંક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

sahityavitran-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *