Gujarat

જૂનાગઢમાં જિલ્લામાં લમ્પી વાયરસને અટકાવવા પશુઓની હેરફેર પર પ્રતિબંધ

 જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસને પ્રસરતો અટકાવવા અને તકેદારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં પશુઓની હેરફેર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ માટે કલેક્ટર શ્રી રચિત રાજે સત્તાવાર જાહેરનામુ બહાર પાડી કડક અમલવારી કરવા માટે આદેશ આપ્યાં છે.

જાહેરનામા મુજબ અન્ય રાજ્યો, જિલ્લા, તાલુકાઓમાંથી કે કોઈ ગામમાંથી જૂનાગઢ જિલ્લામાં પશુઓ લાવવા નહિ કે લઈ જવા નહી. આમ, જિલ્લામાં પશુઓની હેરફેર કરવી નહી.  ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં પશુઓનાં વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથે રમતો અને પશુઓને એકઠા કરવાનાં થતા હોય તેવા આયોજન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પશુઓમાં ફેલાયેલા લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે અસરગ્રસ્ત પશુઓની સારવાર, આઈસોલેશન, વેક્સીનેશન તેમજ આનુષંગિક કામગીરી રાજ્યના પશુધનના રક્ષણ માટે તંત્ર કરવામાં આવી રહી છે.

rajyapal-shree-prakrutik-kheti-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *