Gujarat

જૂનાગઢમાં જૂની આદાવતમાં યુવાન પર હુમલો કર્યાની ફરિયાદ

જૂનાગઢ
જૂનાગઢના પ્રદિપ ખાડીયા વિસ્તારમાં રહેતા ગાંધીભાઈ જેન્તીભાઈ સોલંકીને બે દિવસ પહેલા ખામધ્રોળ રોડ પર એક બુલેટવાળા સાથે માથાકૂટ થયેલ જે અંગે ફરિયાદ પણ થઈ હતી. આ મનદુઃખના કારણે ગાંધીભાઈ સોલંકી અને તેના પત્ની કારમાં ગાંધી ચોક નજીકથી પસાર થઈ રહ્યા હતા.એ સમયે બે દિવસ પહેલા થયેલી માથાકુટના મનદુઃખને લઈ સાહિલ ફારૂક સંધાર અને બે શખ્સોએ પાઈલ,લોખંડની ફરસી અને લોખંડના હાથામાં સાયકલનું ચેન ચક્કર ફિટ કરેલા હથિયાર વડે હુમલો કરી કારના કાચ તોડી નાખ્યા હતા. બાદમાં મોબાઈલ અને ઘડિયાળ તોડી નાખ્યા હતા. ત્યારે આસપાસમાંથી લોકો એકત્ર થઈ જતા ગાંધીભાઈને બચાવી સારવારમાં ખસેડેલ હતા. આ અંગે ઉપરોક્ત વિગતો સાથે ફરીયાદ કરતા બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જૂનાગઢમાં ગાંધીચોક નજીક અગાઉના મનદુઃખને લઈ એક યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી કારમાં તોડફોડ કરી મોબાઈલ અને ઘડિયાળ તોડી નાખ્યાંની ઘટના બની હતી. જે અંગે ઇજાગ્રસ્ત યુવકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *