Gujarat

જૂની પેન્શન યોજના સહિત અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે ઝોન કક્ષાની રેલી સુરતનાં માંડવી ખાતે યોજાશે

(દક્ષિણ ઝોનની આ રેલીમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી તથા ભરૂચ જિલ્લાનાં કર્મચારી મંડળો જોડાઈને માંડવી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપશે : કિરીટ પટેલ)
               ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાનાં આદેશ અનુસાર જૂની પેન્શન યોજના સહિત અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે ઝોન કક્ષાની રેલી તા.11/9/22 ને રવિવારનાં રોજ બપોરે 12:30 સુરત જિલ્લાનાં માંડવી ખાતે નગરપાલિકાનાં ગ્રાઉન્ડની સામેથી નીક્ળી માંડવી મેઈન ગેટથી ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી વાયા બસ સ્ટેન્ડથી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપશે.
               દક્ષિણ ઝોનની રેલીનાં આ કાર્યક્રમમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી તથા ભરૂચ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષક સંઘ સહિત અન્ય કર્મચારીમંડળનાં હોદ્દેદારો જોડાશે. એમ સુરત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાનાં પ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, મહામંત્રી પિન્ટુ ગોસ્વામી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદ ચૌધરી એક અખબારી યાદીમાં જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *