Gujarat

જૂહાપુરા પાસેથી ૭ લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે એક ઈસ્મની ધરપકડ

અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે જુહાપુર પાસેથી મોહંમદ સોહેલ મન્સૂરી નામના યુવકની ધરપકડ કરી છે. આ યુવકને તપાસતા તેના ખિસ્સામાંથી અલગ અલગ ૬ નાની થેલી મળી આવી હતી. જેમાં અલગ અલગ માત્રામાં ડ્રગ્સ હતું. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક એફએસએલની ટીમને સ્થળ પર બોલાવીને તપાસ કરી હતી, ત્યારે તમામ થેલીમાં એમ.ડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી પાસેથી ૭૧.૨૮ ગ્રામ એમ.ડી ડ્રગ્સ પકડાયું હતું, જેની કિંમત ૭,૧૨,૮૦૦ રૂપિયા છે. આ ઉપરાંત આરોપી પાસેથી ૨ મોબાઈલ ફોન અને ૨૯,૬૦૦ રૂપિયા રોકડા મળ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો આરોપી રામોલના આમીન નામના શખ્સ પાસેથી ખરીદીને લાવ્યો હતો. આ ડ્રગ્સ આરોપી વેચાણ માટે જ લાવ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે ૧૯ વર્ષના યુવક વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ કરી રહી છે. જાેકે આરોપીએ અગાઉ ડ્રગ્સ લાવીને વેચ્યું હતું કે કેમ તથા અન્ય કોણ કોણ આમાં સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.અમદાવાદ પોલીસે ડ્રગ્સ વિરોધી ડ્રાઈવમાં છેલ્લા કેટલાક દિવસમાં અનેક આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. ત્યારે પણ ક્રાઈમ બ્રાન્ચે ૭૧.૨૮ ગ્રામના એમ.ડી ડ્રગ્સ સાથે એક ૧૯ વર્ષના યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવક પોતાના ખિસ્સામાં ડ્રગ્સ લઈને વેચવા ફરી રહ્યો હતો, જેને ક્રાઈમ બ્રાન્ચે પકડીને વધુ તપાસ હાથ ધરી છે.

Arrest-of-a-youth-who-was-selling-MD-drugs-worth-Rs-7-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *