Gujarat

જેતપુર જેતલસર જંક્શનમાં જૂની અદાવતમાં બે પરિવાર વચ્ચે માથાકૂટ

કાઠી યુવાન પર ધોકા, પાઈપ વડે હુમલો : વિપ્ર પરિવારના ઘર પર સોડા બોટલના છૂટ્ટા ઘા : સામ સામે બંન્ને પક્ષે  નોંધાવ્યો ગુનો
જેતપુર જેતલસર જંક્શનમાં સાત વર્ષથી બે પરિવાર વચ્ચે ચાલી આવતી અદાવતમાં છોકરાઓ વચ્ચે માથાકુટ થતા શનિવારે રાત્રે બંન્ને પરિવાર આમને સામને આવી જતા ધોકા, પાઈપ અને સોડા બોટલના છુટ્ટા ઘા કરતા બંને જુથના ચાર વ્યક્તિને ઈજા પહોચી હતી આ બનાવ અંગે પોલીસે બંને પરિવારની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુર વેકરિયા નગરમાં રહેતા દૂધના ધંધાર્થી જયવીર ઉર્ફ માયકલ મનુભાઈ વાંક (ઉ.વ.31) તાલુકાપોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રશાંત વિનોદ મહેતા, ભાવિક વિનોદ મહેતા,યશ યોગેશ મહેતા, ઋત્વીક યોગેશ મહેતા, વિવેક દિલિપ મહેતાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે
ફરિયાદીને સાત વર્ષ પહેલા આરોપી યોગેશ મહેતા સાથે માથાકુટ થઈ હોય ત્યારથી બંને પરિવાર વચ્ચે અદાવત ચાલી આવતી હોયજેનો ખાર રાખીને આરોપીઓએ મંડળી રચી લાકડી, ધોકા, સાથે ફોર વ્હીલમાં ધસી આવી ફરિયાદીને અંતરી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે જેતલસર રહેતા અને સસ્તા અનાજની દુકાન ધરાવતા યોગેશ મુળશંકર મહેતા (ઉ.વ.50)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મહાવીર મનુભાઈ વાંક અને ચાર અજાણ્યા શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી ફરિયાદીના ઘર પર હુમલો કરી સોડા બોટલ છુટ્ટા ઘા કરતા ફરીયદી તેમજ જોશનાબેન અને વિવેકને ઈજા પહોંચી હતી.
જેતપુર તાલુકાના પોલીસે બંને જુથની ફરિયાદ પરથી સામસામા રાયોટ અને હુમલાના ગુના નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *