દારૂ, મોબાઈલ અને વાહનની કિંમત થઈ કુલ રૂ. ૧,૭૬,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો
જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે બોરડી સમઢીયાળા ગામ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવ મુજબ જેતપુર તાલુકા પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામમાં ટાટા કંપનીની ઝેસ્ટા કાર રજી નંબર (જી.જે.૨૩ બી.ડી.૮૧૮૩ )કારની તલાશી લેતા જુદી જુદી કંપનીની ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૭૪ જેમની કિંમત રૂ.૧,૦૪,૪૦૦ તેમજ ટાટા કંપનીની ઝેસ્ટા કાર જેની કિંમત રૂ.૭૦,૦૦૦ તેમજ એક મોબાઈલ જેમની કિંમત રૂ.૨,૦૦૦ સહિતનો કુલ મુદ્દામાલ મળી રૂ.૧,૭૬,૪૦૦ સાથે ચેતન દડુભાઈ વાળા જાતે કાઠી દરબાર રહે.ઉમરાળા જી જુનાગઢ વાળા ઇસમને પકડી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ પૂછપરછ દરમિયાન દારૂ મંગાવનાર જેતપુરના બુટલેગર અશ્વિન વિનુભાઈ વેગડા જાતે.અનુસૂચિત રહે. સામાકાંઠે પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી


