જેતપુરના ડેડરવા ગામે વાડીમાં જુગાર રમતા હોઈ જેની બાતમી મળતા તાલુકા પોલીસે રેઇડ કરી ૭ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગતો મુજબ તાલુકા પી.આઇ. ટી.બી.જાની સ્ટાફના રાજુભાઇ મકવાણા, ભુરાભાઇ માલીવાડ, પ્રદીપભાઇ આગરીયા, ચેતનભાઇ ઠાકોર, અરવિંદસિંહ જાડેજાને સાથે રાખી ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન ડેડરવા ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે વાડી વિસ્તારમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા બીજલ વાઘાભાઇ મુળીયા, જીંકુ લખમણભાઇ ગુજરાતી, કાળા નારણભાઇ સરવેયા, ગોકળ નાનજીભાઇ મોરબીયા, પ્રવિણ તેજાભાઇ મોરબીયા, જીકુ મનુભાઇ ભોંકીયા તથા મીલન ચીમનભાઇ ચાવડા ( બધા રહે ડેડરવા) રોકડા રકમ રૂા.૧ર,પ૩૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
