Gujarat

જેતપુર તાલુકાના નવી સાંકળી ગામ ટેકનોલોજીથી સજ્જ 32 સીસીટીવી કેમેરાની રહેશે બાજ નજર

ગ્રામ પંચાયત ચૂંટણીમાં યુવા પેનલ ચૂંટાતાની સાથે જ ગામ પ્રગતિના પંથે..
સરપંચ ધારેતો શું નાં કરી શકે મહિલા સરપંચે ગામ ને તીસરી આંખ થી સજ્જ કર્યું
નવી સાંકળી ગામ ચોરી લૂંટફાટનું નામ હવે ભૂતકાળ બની જશે
નવા યુવા મહિલા સરપંચ અને તેમની યુવા ટિમ દ્વારા નાના એવા નવી સાંકળી ગામને ગોકળ્યું ગામ બનવાની નેમ..
ગામમાં નવા પ્રવેશદ્વારની કામગીરી શરૂ..
જેતપુર તાલુકાના અમરાપર બાદ બીજું ગામ નવી સાંકળી બન્યું સીસીટીવી થી સજ્જ..
જેતપુર તાલુકામાં નવી સાંકળી ગામ સીસીટીવી કેમેરાની સુરક્ષાવાળુ ગામ બન્યું છે. અહીં ગુનાખોરીને ડામવા માટે ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પણ 32 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
જેતપુરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા અને 750 વસ્તી ધરાવતુ નવી સાંકળી ગામના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામના પશુપાલકોને સવાર-સાંજ ખેતરોમાં એકલદોકલ જવાનું હોય છે. ત્યારે બહેન-દિકરીઓની સલામતી તેમજ ચોરી સહિતના બનાવોને રોકવા માટે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જોકે જેતપુર તાલુકાના 48 ગામોમાંથી સૌથી નાની વયના સરપંચ મહિલાને ગ્રામજનોએ મત આપીને ચૂંટતાની સાથે જ સરકારની નાણાપંચ યોજનામાંથી ગામના તમામ પ્રવેશદ્વાર જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પર ત્રીજી આંખ સમાન 32 સીસીટીવી કેમેરાની સુરક્ષા ગોઠવવામાં આવી છે. જેનો ખર્ચ 700000 લાખ જેટલો થયો  સીસીટીવી નું સીધુ કનેક્શન ગ્રામ પંચાયત સાથે જોડવામાં આવ્યું છે. અને તેનુ સંચાલન કરવામાં આવે છે તેમજ ગામની શાળા બાલ મંદિર આજુ બાજુ અહીં પણ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. અને મંદિરોની સલામતી માટે દેવાલયોને પણ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે.
750 જનસંખ્યા ધરાવતા નાના એવા નાની સાંકળી ગામમાં ગ્રામ પંચાયતના શાસકો અને ગામલોકોના પ્રયત્નોથી સરકારની વિવિધ યોજનાઓમાં ગામલોકોને મળવા પાત્ર વીજ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ સહિતની ભૌતિક સુવિધાઓ આપવા માટે કમર કસી છે.ત્યારે કહી શકાય કે યુવા પેઢીના રાજથી આવનારા આગામી સમયમાં આ ગામ ગુજરાતનું ગૌરવવતું અને મોડેલ ગામ બની ઉભરી આવે તો નવાઈ નહિ..
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220331-WA0129.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *