Gujarat

જેતપુર તાલુકાના લુણાગરા ગામે ખાણ ખનીજ વિભાગની રેઇડ બિનઅધિકૃત રેતીના જથ્થાને કર્યો સીલ

મીડિયાના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું
સ્થળ ઉપર મોટા પ્રમાણમાં રેતીના જથ્થો જોઈ અધિકારીઓ પણ ચોંક્યા
ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વે કરી રેતીના જથ્થાને સીલ કરીને ગ્રામ પંચાયતને સોંપ્યો
જેતપુર તાલુકાના લુણાગરા ગામ પાસે આવેલ અને જામકંડોરણા તાલુકાના હદમાં આવતી ફોફળ નદીમાંથી ખનીજ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરી લુણાગરા ગામની ગૌચરની જમીનમાં એકઠી કરીને વહન કરવા આવતું હોઈ ત્યારે સ્થાનિક લોકો દ્વારા ગઈકાલે મીડિયા નો સંપર્ક સાધી અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો જેનો રેલો ખાણ ખનીજ વિભાગને આવતા અધિકારીઓ દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં કરોડો રૂપિયાનો રેતીના જથ્થાને સીલ કરીને ગ્રામ પંચાયતને સોંપ્યો હતો જ્યારે બીજી કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વે કરી કાર્યવાહી હાથ ધરી હતી
બનવાની વિગતો મુજબ જેતપુર તાલુકાના લુણાગરા ગામ પાસે આવેલ ફોફળ નદીમાંથી ઘણા સમયથી કેટલાક રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનો સ્ટોક ગામની ખરાબો અથવા ગૌચરની જમીનમાં કરવામાં આવતો હતો રેતી માફિયાઓ સરકારી તંત્રને નજર અંદાજ કરી ગેરકાયદેસર કૃત્ય કરવાનું બંધ કરતા ન્હોતા ગઈ કાલે સ્થાનિક ગ્રામજનો દ્વારા મીડિયાનો.સંપર્ક સાધી અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો જેનો રેલો આવતાં ખાણખનીજ વિભાગને ગેરકાયદેસર રીતે રેતી સ્ટોક કરી હોવાની માહિતી મળતા રાજકોટ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું .
રાજકોટ ખાણખનીજનાં  ઓપરેશનમાં લુણાગરા ગામની સીમમાં ઠેરઠેર રેતીના ઢગલા ખડકાયેલા જણાયા હતા . તપાસ દરમિયાન જણાયુ હતું કે  ગામની સીમમાં કરાયેલો રેતીનો જથ્થો ગેરકાયદેસર છે જેમાં કોઈ પણ જાતની જવાબદાર વિભાગની પરવાનગી લેવામાં આવી નથી.ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલા રેતીના સ્ટોકના સેંકડો ટન જથ્થાને સીલ કરવામાં આવ્યો હતો અને કરોડો રૂપિયાની રેતી સીઝ કરી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી મંત્રીને સ્થળ પર બોલાવી પંચનામું કરી તમામ ગેરકાયદેસર કરાયેલા રેતીના જથ્થાની માપણી કરવામાં આવી હતી . ઉપરાંત કોણા દ્વારા રેતી સ્ટોક કરવામાં આવ્યો છે તથા જે જમીન ઉપર સ્ટોક કરવામાં આવ્યો છે તેનો સર્વે કરવામાં આવશે મળતી વિગતો મુજબ લાખોની કિંમતનો જથ્થો હાલ ખાણ ખનીજ ખાતાએ સીઝ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાના પગલે રેત માફિયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220525-184444__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *