Gujarat

જેતપુર નજીક છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોનાં કરુણ મોત મૃત્યુ પામનાર બંને યુવાનો પિતરાઈ ભાઈઓ.

જેતપુર નજીક આજે સવારના છોટા હાથી અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો જેમાં જેતપુરમાં રહેતા બાઈક સવાર બન્ને યુવાનોને ગંભીર ઇજા થવાથી મોત નિપજેલ હતા. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
બનવાની વિગતો મુજબ જેતપુર જુનાગઢ નેશનલ હાઇવે પર જેતલસર જંકશન ચોકડી નજીક  આજે સવારે છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પિતરાઈ ભાઈઓના એક સાથે મોત નીપજ્યા હતા જેતપુરમાં બાબા ફાર્મની પાછળ રહેતા શૈલેષ નિલેશભાઈ ગોહેલ ઉ.વ.19 તેમજ સુજલ રૂપેશભાઈ ગોહિલ ઉ.વ.18 બન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા સવારના સમયે યુવાનનાં કાકા સુરતથી આવતા હોઈ જેથી બન્ને ભાઈઓ બાઈક લઈ નીકળેલ હોઈ એ દરમિયાન તેમના કાકાએ ફોન કરેલ કે હવે હું રિક્ષામાં આવી રહ્યો છું જેથી બંને યુવકોએ અમે દૂધ લઈને આવી રહ્યા છીએ એવું કંઈ ફોન કટ કરી નીકળ્યા હતા એ દરમિયાન હાઇવે પર કાળ આંબી જતા બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા આ ઘટનાને પગલે આ પરિવાર તેમજ વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેતપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

IMG_20221209_181922.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *