રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાં મોણપર ગામ નજીક સીમ વિસ્તારમાંથી નીકળી રહેલ ટ્રેક્ટરની અડફેટે મોટર સાયકલ ચાલક પ્રોઢનું મોત નીપજયું હતું. પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના મોણપર ગામમાં રહેતા અને દૂધનો વ્યવસાય કરતા ક્ષત્રિય પ્રોઢ લલીતભાઈ મુળુભાઈ ધાધલ (ઉ.વર્ષ 62) પોતાની હીરોહોંડા મોટર સાયકલ ઉપર સાંજના સમયે મોણપર ગામમાંથી દૂધ ભરી જેતપુર તરફ જાઈ રહ્યા હતા. આ દરમ્યાન તેઓને મોણપર ગામ નજીક સીમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે દોડી આવતા ટ્રેક્ટર ચાલકે પ્રોઢને મોટર સાયકલને અડફેટમાં લેતા અકસ્માતમાં પ્રોઢ નું સ્થળ પર મોત નીપજયું હતું. બનાવની જાણ થતાં ગામના લોકોએ લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેતપુર તાલુકા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


