રાજકોટ જિલ્લામાં જુગારની જાણે મોસમ ખીલી છે ત્યારે ગઈ કાલે સાંજે પણ જેતપુર નજીક હનુમાન મંદિર પાસે જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી 44,620ની રોકડ રકમ કબ્જે કરી છે. જ્યારે બે શખ્સો રેડ દરમિયાન નાશી છુટ્યા હતા.
આ દરોડાની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના રામૈયા હનુમાન વિસ્તારમાં મંદિર પાસે જાહેરમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી જુગાર રમતા ગોપાલ નાનુભાઈ કોરાટ ઉ.વ.50, કેતન અરજણભાઈ નળિયાપરા ઉ.વ.45, ભાવેશ પ્રતાપભાઈ ઉ.વ.28, દિનાનાથ નારાયણ શહાની ઉ.વ.42, ઢેલીબેન રાણાભાઈ ઓડેદરા ઉ.વ.55, રમાબેન હાસમભાઈ મોરાણી ઉ.વ.63, જોશનાબેન ગીગાભાઈ ભરવાડ ઉ.વ.60ની ધરપકડ કરી હતી. પોલીસે 44,620ની રોકડ અને ચાર મોબાઈલ ફોન મળી 51,620નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસના આ દરોડા દરમિયાન સોનલબેન લલીત ચાવડા અને રાજુ ધનજીભાઈ સચાણિયા પોલીસને જોઈ ભાગી છુટ્યા હતા. તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
