સાડીના ધોલાઈ ઘાટમાં કામ કરતા આશાસ્પદ યુવકનું મોત
જેતપુર રાજકોટ હાઇવે પર બળદેવભૂસાની ધાર નજીક હિટ રનનો બનાવ બન્યો છે . જેમાં યુવક મજુરી કામ કરી ઘરે પરત ફરી રહ્યો હતો.ત્યારે હાઇવે પર અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .
બનાવ વિગત અનુસાર જેતપુર રાજકોટ.હાઇવે નજીક બળદેવભૂસાની ધાર પાસેથી સાડીના ધોલાઈ ઘાટમાં કામ કરતા મેરુભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (કોળી) ઉ.મ 26 પોતના ઘરે ચાલીને જતા હતા.ત્યારે 8 વાગ્યા ના અરસામાં રસ્તો ઓળંગતી વેળાએ અજાણ્યો કાર ચાલક યુવકને ઠોકરે ચડાવી નાશી છૂટતા યુવકના માથામાં. કાનમાં અને પગમાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.યુવકના મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી જેતપુર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હરેશ ભાલીયા જેતપુર