Gujarat

જેતપુર પંથકમાં છેલ્લા દસ દિવસથી ધુમ્મસના કારણે પાકોને મોટું નુકશાન, જગતના તાતની વધી ચિંતા

રાજકોટ જિલ્લાના જેતપુરમાં છેલ્લા દસ દિવસોથી ધુમ્મસભર્યા વાતાવરણના કારણે રવિ પાકમાં વિવિધ રોગ આવી જતા ખેડૂતોની મુંઝવણ વધી છે.ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી હતી, ત્યાર બાદ કમોસમી વરસાદે અને હવે ઉપરથી અચાનક ધુમમ્સ કારણે રવી પાકને નુકશાની મારો સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે બીજી બાજુ જોઈએ તો સરકાર ખેડૂતો માટે 2022 માં આવક ડબલ કરવાની વાત આ સરકારે કરી છે. ત્યારે ડીઝલ,ખાતર સહીતના ચીજ વસ્તુઓમાં કમર તોડ  ભાવ વધારાનો માર સહન કરતા ખડુતો માટે  ધુમમ્સ ભર્યું વાતાવરણ આફત રૂપ બનીને સામે આવ્યું છે
શિયાળામાં વરસાદ પડતા શહેરીજનો ઠંડીથી ઠુંઠવાયા છે.તો ખેડૂતોના માથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ખેડૂતોએ મોંઘા બિયારણ ખરીદી જીરૂં અને ધાણાનું વાવેતર કર્યુ હતુ. જોકે હવે આ પાકમાં રોગ આવી ગયો છે. જેથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.પહેલી નજરે જોતા વાતાવરણ અહલાદક લાગે.પરંતુ ધુમ્મસભર્યા આ વાતાવરણના કારણે જેતપુર પંથકના ખેડૂતોની ચિંતા વધી છે. કેમ કે ગાઢ ધુમ્મસના કારણે ધાણાં અને જીરૂ,કપાસ સહિતના પાકમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
જેતપુર તાલુકાના પેઢલા ગામના ખેડૂતે જણાવ્યા અનુસાર હાલ ધુમ્મસના કારણે પાકમાં ગળો અને ચરમી જેવા વિવિધ રોગ આવ્યા છે. રોગના કારણે પાકની વૃદ્ધિ અટકી ગઈ છે. જેથી પાકના ઉત્પાદન પર 50 ટકા અસર પડી છે.ધુમ્મસ સાથે ઝાકળ પડતા રવિ પાકોમાં જીરું વરિયાળી, રાયડો, બીટી કપાસ, ચણા અને શાકભાજી સહિતના પાકોમાં રોગ-જીવાત આવવાની ભીતિથી ખેડૂતો ચિંતીત બન્યા છે.ધાણાં અને જીરૂં કપાસ સહિતના પાકમાં આવેલા રોગના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ મોંઘા બિયારણ ખરીદી પાકનું વાવેતર કર્યુ હતુ. જોકે, હવે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ મારવા જેવી થઈ છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220105-WA0152.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *