જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા નજીક ઇકો અને બલેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો
રાજકોટ જેતપુર નેશનલ હાઇવે ઉપર પીઠડીયા ટોલનાકા નજીક કાર અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કારમાં મુસાફરી કરી રહેલ 4 માંથી 1 નું મોત 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જેમાં મહેસાણા જિલ્લાનાં યુવકનું કમકાટીભર્યુ ભર્યું મોત નિપજ્યું હતું વીરપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ રાજકોટ જેતપુર નેશનલ હાઇવે ઉપર પીઠડીયા ટોલ પ્લાઝા નજીક આજે સવારના સુમારે પુર પાટે ઇકો અને બલેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાલેનો કાર ચાલકનું મોત નિપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે બલેનો કારમાં ચાર વ્યક્તિઓ સવાર હતા અને મહેસાણાના પાનચોટમાં રહેતા હોવાની માહિતી મળી હતી આ અકસ્માતમાં ચંદ્રકાંતભાઈ કાંતિભાઈ પટેલ ઉ.વ.40 નું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે કારમાં બેઢેલ અન્ય મુસાફરોને સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ અકસ્માત સર્જનાર ઇકોનું કોકડું વળી ગયું હતું તેમજ ઇકો કાર ચાલક ફરાર થયેલ હોઈ જેથી હાલ સમગ્ર મામલે વીરપુર પોલીસે તપાસ હાથ ધરી છે


