Gujarat

જેતપુર મા ૨૪- ઓગસ્ટ ૨૦૨૨  “સ્વાગત” ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજશે

પ્રશ્ન રજૂ કર્તા એ ૧૦-ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પ્રશ્ન રજૂ કરવા ના રહેશે
રાજ્યના નાગરિકોને ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો નું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક રીતે થાય અને તે તાલુકા મથકેથી જ કરવામાં આવે તે માટે તાલુકા કક્ષાએ ” સ્વાગત ” ફરિયાદ નિવારણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીએ શરૂ કરાવેલ છે.તે અંતર્ગત જેતપુર તાલુકા અને જેતપુર શહેર માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રશ્નો ના ઉકેલ માટે આગામી તારીખ ૨૪/૮/૨૦૨૨ ના રોજ બપોર ના  ૩=૦૦ કલાકે મામલતદાર શ્રી ની  કચેરી જેતપુર ખાતે યોજાશે
  આ કાર્યક્રમ ગોંડલ પ્રાંત અધિકારીશ્રી એ.ડી જોષી સાહેબ ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે જેતપુર તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગે ની અરજી બે નકલમાં પુરાવા સાથે  મામલતદાર કચેરી જેતપુર ખાતે તારીખ ૧૦/૮/૨૦૨૨ સુધીમાં રજૂ કરવા મામલતદાર  જેતપુર શહેર શ્રી કે એમ અધેરા તેમજ જેતપુર ગ્રામ્ય મામલતદાર શ્રી ડી.એ ગીનીયા ની  સયુંકત યાદીમાં જણાવવામાં આવે છે
તાલુકા “સ્વાગત ” માં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત .તલાટી. ગ્રામસેવક. ને અરજી કરેલ હોય અને તેનો નિકાલ અનિર્ણિત હોય  અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો જવાબદાર અધિકારી શ્રીને લેખિતમાં અરજી રજૂઆત કરેલ હોવી જરૂરી છે
કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને એક વિષયને લગતી જ રજૂઆત  કરી શકશે સામુહિક રજૂઆત કરી શકશે નહીં. જેની જેતપુર શહેર અને તાલુકા ના પ્રશ્નકર્તા એ કાળજી રાખવી આ ઉપરાંત પ્રશ્ન કે રજૂઆત કરતા વ્યક્તિ નું નામ સરનામું મોબાઈલ નંબર નો ઉલ્લેખ કરવામાં આવે.વ્યક્તિગત આક્ષેપ, કોર્ટ મેટર , આંતરિક તકરાર જેવી અરજી પર કોઈ કાર્યવાહી નહી થઇ શકે જેની દરેક અરજદારે નોંધ લેવી  તેવું મામલતદાર કચેરી જેતપુર દ્વારા જણાવવામાં આવ્યું છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *