સરકાર દ્વારા લોકોને તમામ સુવિધા ઓનલાઈન મળી રહે તે માટે આગળ વધી રહી છે પરંતુ સરકારની આ કામગીરીમાં પોતે નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જેતપુર મામલતદાર કચેરીએ ખેડુતો સાત બાર આઠ ના દાખલા માટે ૧૫ દિવસથી સર્વર ડાઉન ના કારણે ધરમ ના ધકા ખાઈ રહ્યા છે અને લાબી કતારો જોવા મળી રહી છે .
જેતપુર મામલતદાર કચેરીએ ખેડુતો ની લાઈનો લાગી હતી કારણ કે મામલતદાર કચેરીએ નીકળતા સાત બાત આઠના દાખલામાં છેલ્લા પંદર દિવસથી સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતો છે તે ધકકા ખાય ને વેહલી સવારથી લાઈનો માં ઉભા રહે છે ત્યારે માંડ ૧ કલાક અથવા ૩૦ મિનિટે એક ખેડૂતોના દાખલા નીકળી રહ્યા છે ખેડૂતોના પાક ધિરાણ માટે મામલતદાર કચેરી થી સાત બાર આઠ ના દાખલા ની જરૂર પડતી હોય છે પરંતુ ખેડુતો સવારથી લાઈનમાં ઉભા રહે છે ત્યારે બીજે દિવસે દાખલા નીકળતા ખેડુતો હેરાનગતિ વેઠી રહ્યા છે
મામલતદાર કચેરીએ માત્ર ૧ બારી હોવાના કારણે અને સર્વર ડાઉન હોવાના કારણે છેલ્લા પંદર દિવસથી ખેડુતો ધક્કા ખાઈ રહ્યા છે અને લાઈનમાં ઉભેલા ખેડૂતોનો ૩ દિવસ સુધી પણ દાખલો નીકળી રહ્યો નથી જેમના કારણે ખેડૂતોને પાક ધિરાણ મેળવવામાં પણ વિલંબ થઈ રહ્યો છે જ્યારે ખેડૂતોમાં આ બાબતે સરકાર સામે રોષ જોવા મળ્યો છે અને જલ્દી માં જલ્દી આ સમસ્યાનો હલ થાય તેવી માંગ ખેડુતો દ્વારા કરવામાં આવી છે . જ્યારે આ બાબતે નાયબ મામલતદરને પૂછતા જણાવાયું હતું કે સર્વર ડાઉન રહેવાની રજૂઆત અનેક વખત કરી છતાં અને પણ કોઈ નિરાકરણ આવતું નથી ખેડુતો આ પ્રક્રિયા ઓનલાઈન પણ કરી શકે છે પરંતુ ઓનલાઈન માં પણ સર્વરમાં બતાવતા સરકાર એરર ઓનલાઈન કામગીરીમાં નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે ખેડૂતોની લાઈનો દરરોજ મામલતદાર કચેરીએ જોવા મળી રહી છે


