Gujarat

જેતપુર માર્કેટ યાર્ડમાં ચાલુ સીઝનના નવા ચણાની નવી આવકો શરૂ તથા નવા ચણા ના રૂા.૧૨૦૧/-ના વિક્રમી ભાવે વેચાણ થતા ખેડૂતોને પોષણક્ષમ વળતર.

જેતપુર માર્કેટીંગ યાર્ડ  સૌરાષ્ટની મધ્યમાં આવેલ ખેડુતો માટે સુવીધા યુકતજેતપુર યાર્ડ હમેશા દરેક જણસીમાં ઉચ્ચતમ ભાવોમાં મોખરે રહે છે. નવી સીઝનમાં જેતપુર વિસ્તારમાં તેમજ આજુબાજુના તાલુકાના વિસ્તારમાં ચણાનું વાવેતર ખુબજમોટા વિસ્તારમાં થયેલ હોય જેથી ખુબ સારી કવોલીટીમાં ચણાનું ઉત્પાદન ચાલુ થયેલ છે. જેતપુર તાલુકાના બજાર વિસ્તારના કમાન્ડ એરીયાના ચણાનું ઉત્પાદન દર વર્ષે ખુબજ સારૂ રહે છે. તેમજ કવોલીટીમાં પણ અવલ નંબરે હોય છે. આજ રોજ જેતપુર માર્કેટ યાર્ડ ખાતે નવા ચણાની આવકના શ્રીગણેશ થયેલ. ચણા વેચાણની હરરાજી ચેરમેનશ્રી જયંતીભાઇ હીરપરા, વા.ચેરમેનશ્રી હરેશભાઇ ગઢીયા, વેપારી એશોસીએશનના પ્રમુખશ્રી નલીનભાઇ ભુવા, ચંદુભાઇ પાઘડાળ તથા યાર્ડના ડિરેકટરશ્રીઓ તેમજ યાર્ડના અગ્રણી વેપારીઓ તથા તમામ ખેડુતો ની હાજરીમાં નવા ચણાની હરરાજી કરેલ. નવા ચણામાં આજરોજ ભાવ પ્રતી ૨૦ કિ.લો. ના રૂા.૧૨૦૧/- ના ઊંચામાં વિકમી ભાવે વેચાણ થયેલ. નવા ચણાની હરરાજીમાં જેતપુર યાર્ડના  વેપારીઓએ ખુબજ ઉત્સાહીત ભાગ લઇ ચણા ઉચ્ચતમ ભાવોએ ખરીદ કરેલ જેનાથી ખેડુતભાઇઓએ ખુશી વ્યકત કરેલ જેતપુર માર્કેટ યાર્ડ ખેડૂતોના માલના પૂરેપૂરા પોષણક્ષમ ભાવો ઉપરાંત સચોટ વજન મળી રહે છે. તેમજ માલનો બગાડ પણ થતો નથી. જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ચણાની આવકો શરૂ થતા તેની વધામણીમાં માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી જયંતીભાઇ હીરપરા, વા.ચેરમેનશ્રી હરેશભાઇ ગઢીયા તેમજ માજી ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવા, તમામ બોર્ડ ઓફ ડીરેકટરશ્રીઓએ, તમામ કર્મચારી ગણે, વેપારી એશોસીએશને તથા દલાલ મંડળે ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં ચેરમેનશ્રી તથા વા.ચેરમેનશ્રીએ ચણાની ખેતી કરતા ખેડુતોને ચણાનું ઉત્પાદન થતા જેતપુર માર્કેટ યાર્ડમાં વેચાણ માટે ચણા લઈ આવવા અનુરોધ કરેલ.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220202-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *