પોલીસ આ અંગે આરોપીઓ સામે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી
જેતપુર પિતાના ઘરે રિસમણે આવેલ વિસામણ તા.પડધરી ની પરિણીતાએ લગ્નના એક વર્ષ બાદ ખોટી શંકા કરી,કરિયાવર માંગીને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં સાસરિયા વિરૂદ્ધ જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
વધુમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર જેતપુરનાં નવા દરવાજા વડલી ચોક પિતાની ઘરે આવેલ દીકરી સ્વાતીબેન અરવિંદભાઇ વાઘેલા,વા/ઓ સાગરભાઇ વાલજીભાઇ રાઠોડે નોંધાવેલ ફરિયાદ મુજબ મારા લગ્ન તા ૨૦ / ૦૬ / ૨૦૨૧ રોજ અમારી જ્ઞાતીના રીત રીવાજ મુજબ થયેલ છે મારે સસરા વાલજીભાઇ તથા સાસુ જોશનાબેન હયાત છે , મારે એક દિયર નામે અજયભાઇ જે ના લગ્ન થયેલ નથી .મારે એક નણંદ નામે નિતાબેન જેના લગ્ન થયેલ છે . જેથી તે સાસરે છે , અને અમો બધા સયુક્ત કુંટુબમાં રહીએ છીએ આ લગ્ન બાદ હું લગ્ન હકક ભોગવવા માટે મારા માવતર તરફથી મળેલ કરીયાવર સાથે મારા પતી ના ઘરે ગયેલ હતી .હું ધોરણ -૧૨ સુધી ભણેલ છું અને મારે કોઇ સંતાન નથી લગ્ન બાદ મારે ત્રણેક માસ સુધી ધર સંસાર સારી રીતે ચાલેલ ત્યાર બાદ મારા પતી સાગર તથા મારા સાસુ જોશનાબેન તથા સસરા વાલજીભાઇ અવાર નવાર મારી ઉપર ખોટી શંકા કરી મને ગાળો આપી શારીરીક માનસીક ત્રાસ આપવા લાગેલ ,જેથી મે તેને અવાર નવાર સમજાવેલ તેમ છતા સમજેલ નહી ,જેથી મે મારા માતા પિતા તે થા બીજા કુંટુબીજનો વાત કરતા આ લોકોને સમજાવતા આ લોકો સમજેલ નહી ,અને મને ત્રાસ આપવાનું ચાલુ રાખેલ,અને ગઇ તા .૨૩/૧૨/ ૨૦૨૧ ના રોજ મને મારા પતિએ તથા મારા સાસુ જોશનાબેન તથા સસરા વાલજીભાઇ વિરા ભાઇ રાઠોડ આ ત્રણેય જણાએ ઢીકા પાટુનો માર મારી કરીયાવર તુ લાવેલ નથી તેમ કહી મને શારીરીક માનસીક ત્રાસ આપી મને મેંણા ટોણા મારેલ હતા.તેમના અતિશય ત્રાસના કારણે હું છેલ્લા છ એક માસથી મારા માવતરે રીસામણે આવે લ છું અને મેં મારા માવતરે આવી આ બનાવની વાત મારા માતા પિતા તથા મારા ભાઇઓને તથા સગા સંબંધીઓને વાત કરેલ હતી, અને મારા પતિ તથા સાસુ સસરાને સમજાવવા માટે વારંવાર મારા માતા પિતા ગયેલ પરંતુ આ લોકો સમજ તા નથી . અને મને સારીરીક માનસીક ત્રાસ આપવાનું ચાલુ રાખેલ જેથી મારા પતી સાગરભાઇ વાલજીભાઇ રાઠોડ તથા સાસુ જોશનાબેન વાલજીભાઇ રાઠોડ તથા સસરા વાલજીભાઇ વિરાભાઇ રાઠોડએ મને શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી દહેજ કરીયાવરની માંગણી કરી મને જેમફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા
આ અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકે ગુનો આઈ.પી.સી.કલમ ૪૯૮(ક),૨૯૪ (ખ),૩૨૩,૧૧૪ તેમજ દહેજ પ્રતિબધી ધારાની કલમ ૩,૭ મુજબ નોંધી જેતપુર સિટી પોલીસ નાં એ એસ આઈ એમ.કે.મનાત વધુ તપાસ હાથ ધરી છે
