આઝાદી પુર્વેથી જેતપુર શહેરમાં નીકળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા જેતપુર નગરમાંથી નીકળતી હોય છે જેનું પ્રસ્થાન શહેરનો ટીંબો નખાયો એટલે કે શહેરનું અસ્તિત્વ આવ્યું ત્યારનું પ્રથમ મંદિર એવું ભાદર નદી કાંઠે આવેલ શ્રી નૃસિંહજી મંદિર ખાતેથી નીકળે છે.
વર્ષોની પરંપરા મુજબ નીકળતી રથ યાત્રાની તૈયારીનાં ભાગરૂપે મદિરના મંહત કનૈયાનંદ બાપુના વડપણ હેઠળ ગઇકાલે સાંજે બજરંગદળ તેમજ વિહીપીનાં હોદેદારો તેમજ પ્રેસ મીડિયાના મિત્રો સાથે રાખી યોજાઈ હતી.
પરંપરા અનુસાર શ્રી રામજન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જેની તડામાર તૈયારીઓ એક માસ અગઉથી શરૂ કરાય છે. શહેરના મુખ્ય માર્ગો ધજા-પતાકા તેમજ રોશનીથી શણગારવામાં આવેછે. ભાદર નદીના કાંઠે આવેલ નૃસિંહજી મંદિરના મહંતની નિશ્રામાં તમામ કાર્યકર્તાઓ દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવે છે આ વર્ષે નીકળતી શોભાયાત્રા મદીરના મહંત કનૈયાનંદ બાપુના અધ્યક્ષ સ્થાનેથી નીકળ છે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
શોભયાત્રા બે થી અઢી કિ.મી. લાંબી હશે જેમાં ધાર્મિક સંસ્થાઓ, ગરબી મંડળો દ્વારા ધાર્મિક ફલોટસ, ધુન મંડળી, ડીજે, ઘોડા, ઉંટશ્વારો પણ જોડાશે આ મિટિંગમાં મહંત દ્વારા જેતપુર શહેરના તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
હરેશ ભાલીયા જેતપુર


