Gujarat

જેતપુર શહેરમાં મોટા વાહનોના જાહેરનામાના ઉલાળીયા સામે ઉગ્ર રજૂઆત

શહેર વિકાસ સમિતિ જેતપુર દ્વારા કલેકટરને લેખિત રજૂઆત
જેતપુરમાં વર્ષોથી ટ્રાફિકની વિસ્તારોમાં નાના-મોટા વાહનોના ટ્રાફિક જામ સર્જાવાની સમસ્યા હવે રોજીંદી બની ગઈ છે. ટ ટ્રાફિક પોલીસ જવાનોની અણ આવડતના કારણે વાહનોની લાંબી લાઈનો લાગે છે. એમાં કયારેક જલ્દી જવાની લ્હાયમાં વાહન ચાલકોમાં નાની-મોટી ચકમક પણ ઝરે છે.
શહેરની મુખ્ય બજારમાં ભારેખમ જોખમી વાહનોની અવર-જવરથી અગાઉ કેટલાય જીવલેણ અકસ્માતો થયા છે. આ બજારમાં ટ્રાફિક સમસ્યા વકરી છે ત્યારે આના માટે કારણભૂત એવા ભારે વાહનોને બજારમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવેલ હોવા છતાં ભારે વાહનોને અવરજવર વધી રહી છે.
જેતપુરમાં શહેર વિકાસ સમિતિ દ્વારા રાજકોટ જિલ્લા કલેટરને લેખિત રજૂઆત કરી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં જાહેરનામા અન્વયે શહેરના સ્ટેન્ડ ચોક થી શરૂ થઇ બોખલાદરવાજા તરફના માર્ગને સવારે 8:00 થી સાંજના 6:00 દરમ્યાન ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેર કરેલો . તેમજ તે અંગેની જાણકારી માટે સ્ટેડ ચોકમા સૂચના લખેલ જાહેરમાં બોર્ડ પણ નિયમાનુસાર રાખવામાં આવેલું હતું.છેલ્લા એકાદ વર્ષ થયે આ બોર્ડ કોઇએ ત્યાથી કાઢી નાખેલ હોય આ ભારેવાહનો માટે પ્રતિબંધિત વિસ્તારમાં ભારેવાહનોની કતારો જોવા મળે છે.જેના કારણે શહેરના આ મુખ્ય માર્ગ પર ભારેવાહનો દ્વારા ટ્રાફિકનુ ચક્કાજામ રહે.શહેરની મોટાભાગની હોસ્પિટલો અને તાલુકાના અનેક ગામડાઓને જોડતો આ માર્ગ છે . ઇમરજંસીની પરિસ્થિતિમા અહિ એમ્બ્યુલંસ – દર્દીને લાવતા અન્ય વાહનો અનેક વખત ટ્રાફિકને કારણે સમયસર હોસ્પિટલ પહોંચી શકતા અહીં અવારનવાર અકસ્માતો અને ટ્રાફિકજામની કારણે વાહન ચાલકો અને રાહદારીઓ વચ્ચે ઝઘડા પણ થાય છે.જેથી શહેરના જેટલા પણ વિસ્તરો ને ભારેવાહનોના પ્રતિબંધની બાબતે આપના તરફથી જાહેરનામુ જાહેર કરેલ હોય તે સ્થળે આવા સૂચના બોર્ડ છે કે કેમ ? તે અંગે તપાસ કરાવી જરૂરી ઘટતી કાર્યવાહી લાગુ પડતી સરકારી એજન્સી ને આપની કક્ષાએથી આદેશ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *