જેતપુર શહેરના ધારેશ્વર પાસે આવેલ એક નોનવેજની હોટલમાં ગત તા 20 ઓક્ટોબરનાં રોજ નજીવી જમવા બાબતે થયેલ માથાકૂટમાં એક શખ્સે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી હતી આ બનાવનાં સીસીટીવી ફૂટેજ પરથી પોલીસે આરોપીની ઓળખ શોધખોળ હાથ ધરી હતી જેમાં જેતપુરના કાઠી યુવકની ધરપકડ કરવામાં આવી.
બનાવની વિગતો મુજબ શહેરના ધારેશ્વર પાસે આવેલ શોલે ચિકન સેન્ટર નામની નોનવેજની હોટલમાં ગત તા.20 ઓક્ટોબરના રાત્રે એક મોટર સાયકલ પર ત્રણ શખ્સો જમવા માટે આવેલ હતાં. તેમાંથી એક શખ્સ નશો કરેલ હોય તે જમવા બાબતે હોટલના વેઈટર સાથે બોલાચાલી કરતો હતો. જે બાબતે હોટલના માલીક આમીરભાઈએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. જેથી ત્રણેય શખ્સો જમી, બીલનું ચુકવણું કરી હોટલ પરથી ચાલ્યા ગયા હતાં.ત્રણમાંથી જે શખ્સ નશાની હાલતમાં વેઈટર સાથે ઝઘડતો હતો તે અડધા કલાક બાદ હોટલ મોટર સાયકલ લઈ આવ્યો. અને હોટલથી દૂર રોડ પર મોટર સાયકલ ઉભું રાખી પોતાની પાસે રહેલ હથીયારથી હોટલ પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતાં. જેનો અવાજ સાંભળી હોટલ માલીક બહાર નીકળતાં થોડીવાર પેલા હોટલમાં બબાલ કરેલ શખ્સ જ હતો. તે શખ્સ ફાયરીંગ કરીને ત્યાંથી નાસી ગયો. આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસ રાતે જ હોટલ પહોચી ફાયરીંગ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આરોપીની ઓળખ પૃથ્વીરાજ તરીકે થઈ છે જે મોણપર ગામનો રહેવાસી છે અને હાલ જેતપુરમાં સૂર્યવદનાં કોમ્પ્લેક્સ જગાવાળા ચોરા રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસે તપાસ તેજ કરતા આરોપી જેતપુરના સારણના પુલ પાસેથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન પોલીસે વોચ ગોઠવી આરોપી શખ્સ પોલીસના હાથે ઝલાઈ ગયો હતો આરોપી પાસેથી દેશી બનાવટ પિસ્ટલ,છરી,તેમજ મોટરસાયકલ સાથે પકડી પાડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


