જેતપુરમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ કારખાના પાસે પોલીસે દરોડો પાડી જુગાર રમી રમતા ૫ પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .
આ અંગેની મળતી માહિતી મુજબ જેતપુરમાં રબારીકા રોડ દામોદર પ્રિન્ટ નામના કારખાનાની સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની હકીક્ત મળતા જેતપુર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા જુગાર રમતા પરપ્રાંતીય કામદારો(૧) રણજીતસિંગ દીનાનાથ જાટ,મૂળ વતન.પૂર્વા પીપરા યુપી,હાલ પ્રિયકા પ્રીન્ટ કારખાનામાં જેતપુર (ર) શ્રીબાબુ રઘુવીરસિંહ જાટ,મૂળ વતન કરાઉંધી યુપી,હાલ રહે દામોદર પ્રિન્ટ કારખાનામાં (૩) મુકેશકુમાર રાજબહાદુર ચમાર,મૂળ વતન જાઈધા,યુપી હાલ રહે.દામોદર પ્રિન્ટ કારખાનામાં (૪) શ્યામજી રામ આસરે કમલ મૂળ વતન રામ નગર રુરા(તા.દેહાં) યુપી.હાલ રહે.દામોદર પ્રિન્ટ કારખાનામાં,(૫) અનિલ કુમાર અશોકકુમાર જાટ મૂળ વતન.કરહી, યુપી.હાલ રહે દામોદર પ્રિન્ટ કારખાનામાં તમામ પરપ્રાંતીય મજૂરોને રમી જુગાર રમતા રોકડા રૂા. ૧૧,૪૬૦ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
હરેશ ભાલીયા જેતપુર
