Gujarat

જેતપુરના ઈસમે દિલ્હીના વેપારી સાથે ઓક્સિમીટરના નામે ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો

શાપર-વેરાવળમાંથી પકડી પાડ્યો, મહારાષ્ટ્રના ગુનામાં પણ વોન્ટેડ હતો
કોરોનાકાળમાં સર્જાયેલ મેડિકલ સાધનોની અછતનો લાભ લઈ
કોરોના મહામારીની બીજી લહેરમાં ઓક્સિઝન ઘટી જવાની વ્યાપક ફરિયાદોના પગલે મોટા પાયે મેડિકલ સાધનોની માગ વધતા અછત સર્જાઈ હતી જેનો અમુક લેભાગુ તત્વોએ લાભ ઉઠાવી સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે મેડિકલના સાધનો આપવાની લાલચે ઠગાઈ શરૂ કરી હતી ત્યારે આવા જ એક બનાવમાં દિલ્હીના ગુરૂગ્રામના વેપારી સાથે સસ્તામાં ઓક્સિમીટર આપવાના નામે 27.74 લાખની ઠગાઈ આંચરનાર આરોપીને ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે શાપર-વેરાવળ ખાતેથી ઝડપી લીધો હતો. આરોપી મહારાષ્ટ્રમાં ઓનલાઈન ઠગાઈના ગુનામાં વોન્ટેડ હતો.જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની વણ ઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવાની સૂચના અન્વયે એલસીબી પીઆઈ એ.આર.ગોહિલ અને તેની ટીમ કામગીરીમાં હતી દરમિયાન હેડ કોન્સ.રવિદેવભાઈ બારડ, પ્રકાશ પરમાર અને નેમિષ મહેતાને મળેલી ચોક્કસ બાતમીના ાઅધારે જેતપુર અને રાજકોટમાં રહી દિલ્હીના ગુરૂગ્રામ સેકટર 18ના વેપારીને સોશિયલ મીડિયામાં ફેક આઈડીના માધ્યમથી સંપર્ક કરી પલ્સ ઓક્સિમીટર સસ્તા ભભાવે આપવાની લાલભ આપી તેનો ઓર્ડર લઈ પૈસા મંગાવી બાદમાં માલ નહીં મોકલી છેતરપિંડી આચરનાર આરોપી જયવીનસુર્યકાંત મંગેચા (રે.આનંદ પેલેસ, રૈયા રોડ રાજકોટ, મુળ જેતપુર)ને શાપર-વેરાવળ પાસેથી ઝડપી લીધો હતો. આરોપી મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈમાં મેઘવાડી પોલીસ મથકમાં નોંધાયેલા ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો.આરોપી વેપારીઓને વિશ્ર્વાસમાં લેવા ચાર પલ્સ ઓક્સિમીટર અને બાકીના ખાલી બોકસ પોતાની પાસે રાખી ઓક્સિમીટરનો મોટો જથ્થો નાઈટ્રાઈડ હેન્ડ ગ્લોઝ, ફલોમીટર, રેમડેસીવીર ઈન્જેકશન તથા અન્ય દવાઓનો જથ્થો છે તેવું દર્શાવી સોશિયલ મીડિયા ઉપર જેતપુરની પેઢીના ખોટા એકાઉન્ટ બનાવી બહારના રાજ્યોના વેપારીઓને સસ્તામાં મેડિકલ સાધનો અને દવાઓ આપવાની લાલચ આપી ઓર્ડર લઈ આંગડિયા મારફત પૈસા મંગાવી આ રીતે 13 રાજ્યોમાં 27.74 લાખની છેતરપિંડી કરવાના અલગ-અલગ ગુનામાં પકડાયેલ છે. આ કામગીરી એલસીબી પીઆઈ એ.આર. ગોહિલ, પીએસઆઈ એસ.જે. રાણા એએસઆઈ મહેશભાઈ જાની, હેડ કોન્સ.રવિદેવભાઈ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, પ્રકાશ પરમાર, નૈમિશ મહેતાએ કરી હતી.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220219-WA0116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *