36,700ની રોકડ, મોબાઈલ ફોન, કાર સહિત 2.53 લાખનો મુદ્દામાલ કબ્જે
જેતપુર તાલુકાના ઉમરાળી ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગટુ ખેલતાં પાંચ શખ્સોની ધરપકડ કરી રોકડ, વાહન, મોબાઇલ સહિત 2.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેતપુરના ઉમરાળી ગામની વાડીમાં જુગારનો અખાડો ચાલતો હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે દરોડો પાડી જૂગટુ ખેલતા પડધરીના હડમતીયા ગામના સતીષ ત્રિભોવનદાસ દાણીધારીયા (ઉ.વ.40, રહે. રૈયા ચોકડી, શિવમ પાર્ક), બાબરીયા કોલોનીમાં રહેતા રફીક અબ્દુલ માણસી (ઉ.વ.55), નવા થોરાળા શેરી નં.9માં રહેતા હસનઅલી મહેરઅલી સીંધવાણી, ગોંડલના આંબરડી ગામના વસંત બાબુ રાંક (ઉ.વ.50) અને ગોંડલના હડમતીયા ગામના ભાદા લખમણ કમાણી (ઉ.વ.55)ની ધરપકડ કરી હતી. પોલીસે ગજુગારના અખાડામાંથી રૂા.36,700 રોકડા, 5 મોબાઇલ ફોન 16,500 અને ઈકો કાર મળી 2,53,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડાની કાર્યવાહી એલસીબી પીઆઈ એ.આર.ગોહીલ, પીએસઆઈ એચ.જે.રાણા, મહેશ જાની, રવિદેવ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી,નૈમેષ મહેતા,પ્રકાશ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.
હરેશ ભાલીયા જેતપુર


