ચાર શખ્સોએ પથ્થરમારો કરી સાઉન્ડ સિસ્ટમમાં તોડફોડ કરી.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે હોળીની રાત્રે ડીજે સાઉન્ડ સીસ્ટમ બંધ કરી દેતા ચાર શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ભાઈ – બહેનને મારમારી ધમકી આપી સાઉન્ડ સીસ્ટમમાં તોડફોડ કર્યાની ફરીયાદ નોંધાઈ છે
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના ખજૂરી ગુંદાળા ગામે રહેતી સારીકાબેન મનસુખ સાઘરીયા(ઉ.વ ૨૧) તાલુકા પોલીસમાં નોંધાવેલ આરોપી તરીકે જેતપુરના ખજુરીગુંદાળા ગામના અનિલ ગાંડા મકવાણા ,કલ્પેશ જયંતિ મકવાણા ,મુકેશ પુના મકવાણા, અને વિનુ ઘુડાભાઈ મકવાણાના નામ આપ્યા છે .પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હોળીના રાત્રે ડી.જે. સાઉન્ડ સીસ્ટમ વાગતી હોય જે ફરિયાદી યુવતિના ભાઈએ બંધ કરી દેતા આરોપીઓને સારૂ નહીં લાગતા ગાળાગાળી કરી છુટ્ટા પથ્થરના ઘા ફરિયાદી યુતિને પછાડી દઈ સાઉન્ડસીસ્ટમમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી . આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી ચારે આરોપીઓની ધરપકડ કરી વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.એમ.ઝાલા ચલાવી રહ્યા છે.
ReplyReply allForward
|