Gujarat

જેતપુરના ખજૂરી ગુંદાળાના આધેડે વ્યાજખોરોના આંતકથી કરી આત્મહત્યા:સુસાઇડ નોટ અંગે પોલીસનું મૌન

જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામ ના વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે,   મૃતક પાસેથી એક સુસાઇટ નોટ મળી આવી છે, જેના ઉપર પોલીસે મૌન સેવેલ છે.
બનાવની વિગત અનુસાર જેતપુરના ભોજાધાર વિસ્તાર પાસેથી દવા પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે તપાસ કરતા તાલુકાના ખજુરી ગુંદાળા ગામ ના ગોપાલભાઈ ઘુસાભાઇ બુટાણી ઉ.વ.૪૪ નામના વ્યક્તિએ ઝેરી દવા પીઆપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે મૃતકની લાશને સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો  જેના ઉપર પોલીસ મૌન સેવી લીધું હતું.
ગુજરાતભરમાં વ્યાજ ખોરોના ત્રાસથી અસંખ્ય અણબનાવો બની રહ્યા છે ત્યારે સુરક્ષિત ગુજરાતની વાત કરતી સરકારનો કાયદો અને વ્યવસ્થા બાબતે સવાલ ઉઠી રહ્યા છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220202-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *